માનવતાભર્યો નિર્ણય: ગુજરાતના આ શહેરમાં સગર્ભા અને દુધાળા પશુઓને ઢોર ડબેથી છોડી મુકાશે!
હાલ પકડાયેલ પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દુધાળા હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતી હોય તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ સાબિત થવાની સંભાવના રહે છે.
મુસ્તાક દલ/જામનગર: જામનગર મહાનગરપાલિકાના દ્વારા સગર્ભા અને દુધાળા પશુઓને ઢોર ડબેથી પશુ માલિકો પાસેથી દંડ વસૂલી બાહેંધરી આપી માનવતાના ધોરણે છોડી મૂકવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક એન્જિનિયર મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ તમામ ઢોરના ડબ્બેથી સગર્ભા તથા દુધાળા પશુઓને દંડ વસૂલી પશુ માલિકોને પરત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી
મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા દુધાળા તથા સગર્ભા પશુઓ પણ શહેરમાં પશુ માલિકો દ્વારા છોડવામાં આવતા હોય છે તેથી આ ઝુંબેશ દરમ્યાન સગર્ભા તથા દુધાળા પશુઓને પકડવામાં આવ્યા હોય જેને મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબામાં ઘાસચારો પાણી દવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ
હાલ પકડાયેલ પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દુધાળા હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતી હોય તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ સાબિત થવાની સંભાવના રહે છે સગર્ભા અને દુધાળા હોય તેવા પશુઓ માટે મહાનગરપાલિકા દ્વારા અબોલ અને જરૂરિયાતવાળા પશુઓને માનવતાના ધોરણે ₹ 5,000 પશુ દીઠ ખોરાક ચાર્જ, ડબ્બા ચાર્જ તથા ઢોર ડબ્બા નો દંડ વગેરે સહિત વસૂલ લઈ સગર્ભા અને દુધાળા પશુઓને છોડવામાં આવશે.