રાજકોટ : અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવસે. આ મુદ્દે બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે હંમેશા રામલલાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: મહિલાએ રોડ બસ બેસી જઇ મારો પતિ મારી પાસે ખરાબ કામ કરાવે છે તેવુ કહી હોબાળો મચાવ્યો

આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. લોકોએ એકબીજાના મો મીઠા કરાવીને આ ખુશીના પ્રસંગની ઉજવણી કરી હતી. ગામલોકો દ્વારા ઢોલ વગાડીને સમગ્ર ગામના લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર વિરપુર ગામમાં પ્રસંગે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામજનોફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. 


સુરત: મારી સાથે વાત કેમ નથી કરતી, સંબંધ તો રાખવો જ પડશે તેમ કહી મકાન માલિકે દુષ્કર્મ આચર્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે અયોધ્યામાં જ્યારે તોફાનો થયા ત્યારે ઇંટ અમારા ગામની તેવુ સુત્ર ખુબ જ પ્રચલિત થયું હતું. ત્યારે આજે ત્રીસ વર્ષ પછી જ્યારે રામ મંદિર કેસનો ચુકાદો આવી ચુક્યો છે અને મંદિર બનવા જઇ રહ્યું છે ત્યારે આ બાબતનો ખુબ જ આનંદ છે. પરંતુ હવે થાળ પણ જલારામ મંદિરનો હશે તે જાણીને આનંદ બમણો થઇ રહ્યો છે. જલારામ મંદિર આજીવન થાળ રામ મંદિરમાં ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જલારામ મંદિરમાં લુહાણા સમાજની વિશેષ આસ્થા છે. લુહાણા રઘુવંશીઓ (રામના વંશજો) માનવામાં આવે છે. તેમાં પોતાના આરાધ્ય દેવનું મંદિર બની રહ્યું હોય તેમાં આજીવન થાળની તક મળે તો સોનામા સુગંધ ભળ્યા સમાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube