સુરત: મારી સાથે વાત કેમ નથી કરતી, સંબંધ તો રાખવો જ પડશે તેમ કહી મકાન માલિકે દુષ્કર્મ આચર્યું

અત્યારે સુરતમાં (SURAT) માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ જાણે કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહી છે. ત્યારે વધારે એક દુષ્કર્મની ઘટના સુરતમાં બનતા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

Updated By: Dec 4, 2020, 10:22 PM IST
સુરત: મારી સાથે વાત કેમ નથી કરતી, સંબંધ તો રાખવો જ પડશે તેમ કહી મકાન માલિકે દુષ્કર્મ આચર્યું
પ્રતિકાત્મક તસવીર

સુરત : અત્યારે સુરતમાં (SURAT) માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ જાણે કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહી છે. ત્યારે વધારે એક દુષ્કર્મની ઘટના સુરતમાં બનતા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા પર અગાઉના મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહી જો હવે તેની સાથે સંબંધ નહી રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જેથી કંટાળેલી મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

ખેડૂત સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દેખાવોનું આહ્વાન, 10 વ્યક્તિ પણ એકત્ર નહી થતા કાર્યક્રમનો ફિયાસ્કો

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં સાયણ વિસ્કારમાં રહેતી 30  વર્ષીય મહિલાનો પતિ એમ્બ્રોડરી ખાતામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાના પરિવારમાં બે સંતાનો છે. મહિલા બે મહિના પહેલા અમરોલીમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજનાં દીલીપ ડાયા વસ્તાપરા (રહે. ભુમિપુજા રો હાઉસ ગજાનંદ સોસાયટી, કતારગામ) મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી.

મહેસાણા: વડનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રક એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણનાં ઘટના સ્થળે મોત

જેથી બંન્ને એકબીજાને ઓળખતા હતા. જો કે બે મહિનાથી મહિલાએ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. જો કે દીલિપ વસ્તાપરે સતત મહિલાને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જો તેની સાથે સંબંધ નહી રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. 
બેશરમ દિલિપે મહિલાને ઘરે જઇને ફોન પર કેમ વ્યવસ્થિત રીતે વાત નથી કરતી. જો તુ મારી સાથે સંબંધ નહી રાખે હું તને સમાજમાં બદનામ કરી દઇશ અને તારા પરિવારને શાંતિથી રહેવા નહી દઉ તેવી ધમકી ઉચ્ચારી હતી. મહિલાની મરજી વિરુદ્ધ જ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજી તરફ પરિણિતાનો પતિ પણ એક મહિનાથી ગુમ થઇ ગયો છે. જે અંગેની ફરિયાદ પણ પોલીસમાં દાખલ કરી છે. બનાવ અંગે મહિલાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે દિલીપ વસ્તાપર સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube