Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાની આફત વચ્ચે ગુજરાતમાં બીજી એક આફત આવી છે. કચ્છમાં વાવાઝોડા વચ્ચે ભુકંપનો આંચકો અનુભવાયો છે, જી હા. કચ્છમાં વાવાઝોડા વચ્ચે 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર સાંજે 5.05 કલાકે કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉ. ગુજરાત માટે આગામી 2 દિવસ ભારે! સૌથી મોટો ખતરો આ જિલ્લાને! આ વિસ્તારોમાં મેઘો...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સાંજે 5.5 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુભચાઉથી 5 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.


Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી


તમને જણાવી દઈએ કે, 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. 


સરકારી ભરતીની આ પરીક્ષા વાવાઝોડાને કારણે મોકૂફ રખાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા


હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ  કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.


અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી; બિપરજોય વાવાઝોડું સમી ગયા પછી પણ થશે કંઈક મોટું!


હાલમાં ગુજરાત પર એક ખતરો મંડરાઈ રહ્યો છે. તા.16 જૂન સુધી ગુજરાત માટે ભારે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે  ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેથી પાટણ જિલ્લા વહીવટીતંત્રએ બિપોરજોય વાવાઝોડાને પડકાર આપવા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.