સરકારી ભરતીની આ પરીક્ષા વાવાઝોડાને કારણે મોકૂફ રખાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Gujarat TAT Exam 2023 : પહેલા 18 જૂનના રોજ TAT(S) ની પરીક્ષા લેવાની હતી. પરંતુ હવે વાવાઝોડાને કારણે પરીક્ષાની તારીખ 25 જુન જાહેર કરવામા આવી 

સરકારી ભરતીની આ પરીક્ષા વાવાઝોડાને કારણે મોકૂફ રખાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

tat exm gujarat : સરકારી શાળામાં શિક્ષકોની ભરતી માટે લેવાતી TAT ની પરીક્ષા તારીખમાં બદલાવ કરવામા આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. અગાઉ 18 જુનના રોજ પરીક્ષા લેવાની હતી. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ટ્વિટ કરીને માહિતી આપી કે, હવે આ પરીક્ષા 25 જુનના રોજ લેવાશે. 

ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે. 18 જુને લેવાનારી TAT(S) ની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. માધ્યમિક માટેની શિક્ષક અભિયોગ્યતા કસોટીની તારીખ બદલાઈ છે. બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 18 જૂનના રોજ TAT(S) ની પરીક્ષા લેવાની હતી. પરંતુ હવે વાવાઝોડાને કારણે પરીક્ષાની તારીખ 25 જુન જાહેર કરવામા આવી છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી માહિતી આપી છે. 

ટાટ પરીક્ષાની મહત્વની માહિતી 

  • ઉમેદવારોએ તેમની સ્નાતક અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે
  • ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ
  • સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 35 વર્ષ છે.
  • અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 40 વર્ષ છે.
  • પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે, તો મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
  • આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.

સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બનવા માટેની TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં TAT ની પરીક્ષા હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. ત્યારે TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શા માટે લેવાય છે ટાટની પરીક્ષા
TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news