પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક નહીં પરંતુ 2151 ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓને છેતરપિંડીની ભોગ બની છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતો રામજી ચોપડાએ યુવતીઓને પાંચ લાખ રૂપિયા રોકડ ઘર સહિત ચાંદીની ગાય આપવાની લાલચ આપી તેવોનો મોબાઈલ નંબર મેળવ્યા હતા. ત્યારબાદ યુવતીના whatsapp પર ચેટિંગ કરી વીડિયો કોલ કરીને યુવતીઓને હેરાન પરેશાન કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ઘાતક કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, માત્ર અમદાવાદમાં જ 70 કેસ નોંધાયા


સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વિશાલ નગર ખાતે રહેતા જગુભાઈ ભીખાભાઈ ગોહિલ માનેલી બહેનના પુત્ર રામજી ચોપડાએ સેવાના નામે જગુભાઈ ને ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓને પાંચ લાખ રૂપિયા રોકડા ઘર અને ચાંદીની ગાય આપવાની વાત કરી દીકરીઓના નામ અને નંબરની યાદી માંગી હતી. ફરિયાદી જગુભાઈએ આરોપીના ચુંદાલમાં આવી અલગ અલગ મિત્રો સાથે આરોપીએ આપેલા લૂભવનાની ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રોના મદદથી 2151 દીકરીઓનો સંપર્ક કર્યો હતો.અને દીકરીઓના નામ અને મોબાઈલ નંબરની સાથેની યાદી બનાવી હતી.


પાવાગઢ રોડ પર યુવકે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જાહેરમાં રોફ જમાવવાનો પ્રયાસ


ફરિયાદી કાપોદ્રા વિસ્તારના અલગ અલગ મિત્રો જોડેથી તૈયાર કરેલ 2151 જેટલી દીકરીઓની યાદી આરોપીને આપી હતી. આરોપીએ દીકરીઓને પાંચ લાખ રૂપિયા તથા ઇલેક્ટ્રીક બાઈક અને ચાંદીની ગાય સહિત વિધવા મહિલાઓને પાંચ લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું.આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ, નંબરની યાદી મેળવી લીધી હતી. 


અમિત શાહ સોમનાથ દાદાના શરણે, કરોડો શ્રદ્ધાળુઓ માટે લોન્ચ કરી ‘સોમનાથ યાત્રા એપ'


એટલું જ નહીં આરોપીએ 6 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા વિસ્તારમાં ગૌશાળાના ચારાના નામે લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી પણ આચરી હતી.છેતરપિંડી આચર્યા બાદ આરોપી ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી ગાળો આપી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ મામલે ફરિયાદીએ કાપોદ્રા પોલીસ મથકે 21 ફેબ્રુઆરીના રોજ આરોપી વિરુદ્ધ અરજી કરી છે. આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ અને મોબાઈલ નંબર મેળવી યુવતીઓને whatsapp ગ્રુપ બનાવી યુવતીઓને એડ કરી અભદ્ર ચેટિંગ કરતો હતો.


ગુજરાતમાં ગાંજા માફિયાઓનો ખુલ્લેઆમ આંતક, યુવકના પ્રાઇવેટ પાર્ટમાં ઘા ઝીંકી હત્યા 


એટલું જ નહીં whatsapp પર વિડિયો મોકલી હેરાનગીથી કરતો હતો. આરોપીથી હેરાન પરેશાન થયેલા યુવતીઓ સહિત મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં આજરોજ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી આરોપીને પકડી પાડવા માંગ કરી હતી. હાલ તો સમગ્ર ઘટનાને લઇ કાપોદ્રા પોલીસે રામજી ચોપડા વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા કવાયત હાથ ધરી છે.