ગુજરાતમાં ગાંજા માફિયાઓનો ખુલ્લેઆમ આંતક, યુવકના પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા

સુરત શહેરના રીંગરોડ ઉંમરપાડા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઝહીર શેખ કાપડ માર્કેટમાં પર્સલનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. ઝહીરના વિસ્તારમાં જ રહેતો સોહીબે તેના સાગરીકો સાથે મળી ઝહિરના ઘરમાં ઘુસી ગાંજો વેચવાના વહેમમાં ઝહિરનાના પરિવાર જોડે મારામારી કરી હતી.

ગુજરાતમાં ગાંજા માફિયાઓનો ખુલ્લેઆમ આંતક, યુવકના પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા

પ્રશાંત ઢીવરે-સુરત: શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગાંજા માફિયાઓનો આંતક સામે આવ્યો છે. ગાંજો વેંચવાના વહેમમાં યુવકના પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ પર ફરિયાદ નહીં લેવાના પરિવારે આક્ષેપો કર્યા છે.

સુરત શહેરના રીંગરોડ ઉંમરપાડા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઝહીર શેખ કાપડ માર્કેટમાં પર્સલનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. ઝહીરના વિસ્તારમાં જ રહેતો સોહીબે તેના સાગરીકો સાથે મળી ઝહિરના ઘરમાં ઘુસી ગાંજો વેચવાના વહેમમાં ઝહિરનાના પરિવાર જોડે મારામારી કરી હતી. ત્યારબાદ ઝહીર પોતાના ઘરે પહોંચતા જહીરને પર સોહેબે ઝહિરના પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ગાજી કી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ઇજાગ્રત થયેલા જઇને તાત્કાલિક સારવાર હતો. સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ઝહીર હોસ્પિટલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. 

ઘટનામાં ભોગ બનનાર ઝહિરની ભાભી આલિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓના જ વિસ્તારમાં રહેતો અને માથાભારી છબી ધરાવતો સોહીબ ચરસ, ગાંજાના ધંધા સાથે સંકળાયેલો છે. ઘરે મારી સાસ, પતિની બેન હાજર હતા ત્યારે તે ઘરમાં ઘૂસીને આવી તેઓને જાનતી મારવાની ધમકી આપી હતી. તેમજ તમારા બધાની હત્યા કરી નાખી તેવી ધમકી પણ આપી હતી. બાદમાં મારો દેર ઘર નજીક આવતા સોહેબએ તેના સાગરિકો સાથે મળીને દયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

વધુમાં ઝહિરની બહેન શબનમએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રહેતો સોહેબ માથાભારે છબી ધરાવે છે અને ચરસ ગાંજાનો વ્યાપાર કરે છે તેઓ ઘણા સમયથી અમારી ઉપર ગાંજો વેચવાનો વહેમ રાખી લડાઈ ઝઘડો કરતો આવી રહ્યા છે. ગત રોજ સોહેબ તેના સાગરીકો સાથે મળી અમારા ઘરમાં ઘૂસીને આવ્યો હતો અને મારી મમ્મી અને બહેન સાથે ઝઘડો કર્યો હતો. મારો ભાઈ આવતા તેની ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર જાઓ પહોંચાડી હતી.

સમગ્ર ઘટના મામલે સલાબતપુરા પોલીસ મથકે ગયા હતા, પરંતુ પોલીસે અમારી ફરિયાદ સાંભળી ન હતી. હુમલો ઇજાગ્રસ્ત થયેલ ઝહીરની સ્મીમેર હોસ્પિટલના ICU માં સારવાર ચાલી રહી છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ સલાબતપુરા પોલીસ આ ઘટનામાં કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news