ગાંધીનગરઃ  રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાનો છે. રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાહત કમિશનર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેઘર વોચ ગૃપની બેઠક આજે એન.આઈ.સીના વિડિયો સોફ્ટવેરના માધ્યમથી ઓનલાઈન યોજાઈ હતી. જેમાં રાહત કમિશ્નરે આગામી વરસાદની સીઝનમાં સંભંવિત આફતને પહોચી વળવા અને તમામ પરિસ્થિતિમાં સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટેલે ઉમેર્યુ કે, હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોઈ ગુજરાતના ઘણા ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી IMD દ્વારા કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા વધારે પ્રભાવિત થવાની શક્યતા છે ત્યારે આ વિસ્તારના વહીવટીતંત્રને સચેત રહેવા સૂચન કર્યુ હતું આ ઉપરાંત આ બેઠકમાં સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ વિગેરે અલગ-અલગ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વાર પૂર્વ તૈયારીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી વરસાદની સીઝનમાં સંભંવિત આફતને પહોચી વળવા અને સાવચેત રહેવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો.


કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ


તેમણે આરોગ્ય વિભાગને ખાસ કોવિડ-૧૯ મહામારી માટે યોગ્ય કાળજી તેમજ તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી રાખવા સૂચના આપી હતી . આ ઉપરાંત આર એન્ડ બી વિભાગને રાહત નિયામક દ્વારા જિલ્લામાં જર્જરીત મકાનનો સરવે કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તત્કાલિક સંબંધિત કલેકટરશ્રી ને જાણ કરવા સુચના આપી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube