ઘોર કળિયુગ! ત્રણ-ત્રણ સંતાનોના પિતાએ સગીરાને બનાવી હવસનો શિકાર, આ રીતે ભાંડો ફૂટ્યો
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના ઘટના પ્રકાશમાં આવી છે..પીડિતા ના પિતા એ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
નિલેશ જોશી/વાપી: રાજ્યમાં મહિલા સુરક્ષાઓના મોટા દાવાઓ કરવામાં આવે છે તેમ છતાં દરેક ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્માની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે ત્યારે. ઔદ્યોગિક નગરી વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમૅ જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આથી પીડીતા ગર્ભવતી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પાટીદાર મહિલા અનેક લોકોને આપે છે રોજગારી! આ રીતે પતિને સાજા કરી 40 લાખનો બચાવ્યો.
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના ઘટના પ્રકાશમાં આવી છે..પીડિતા ના પિતા એ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બનાવને ગંભીરતાથી લઇ પોલીસે આરોપી મુન્ના શ્રીવાસ્તવ ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુન્ના શ્રીવાસ્તવ મૂળ બિહારનો છે. જે પોતે ત્રણ સંતાનોનો પિતા છે. તેમ છતાં તેણે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે અને ચોકાવનારી બાબત એ પણ આ બહાર આવી છે કે આરોપી મુન્ના શ્રીવાસ્તવ એ ફરિયાદીનો મિત્ર હતો અને પીડિતા પણ આરોપીને અંકલ કહીને સંબોધતી હતી. આમ એક નરાધમ અંકલે પીડીતાનો ભોળપણનો ગેરલાભ લીધો છે.
નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ બાંયો ચઢાવી
વાપી ટાઉન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુન્ના અને પીડિતાના પિતા બન્ને મિત્ર જ હતા અને બંને પરિવારો બાજુ બાજુમાં જ રહેતા હતા. બાળકીને થોડા દિવસ અગાઉ પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે તબીબો એ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈ પરિવારજનો એ પૂછતા પીડીતા એ તેના ઘરની બાજુમાં રહેતા અંકલ બળજબરીપૂર્વક તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારજનો સમક્ષ જણાવ્યું હતું.
તમે બેફામ વાહન ચલાવવા કે નિયમોનું ઉલ્લંઘન કરવા ટેવાયેલા છો? તો આ કુટેવ સુધારી લેજો..
જ્યારે પીડિતા ઘરે એકલી હોય ત્યારે નરાધમ મોકાનો લાભ લેતો હતો અને બળજબરી પૂર્વક પીડિતા પર દુષ્કર્મ આચરતો હોવાની હકીકત સામે આવી છે. આથી પરિવાર પણ ચોંકી ગયો હતો. પોતાની બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ પડોશીને સમબ શીખવવા પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે પણ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક હવસખોર આરોપી ની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઊંઝા APMCની ચૂંટણીમા MLA કિરીટ પટેલ અને અરવિંદ પટેલ કપાયા, જાણો APMC ચૂંટણીનું ચિત્ર
રાજ્ય અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ વધી રહી છે .મોટેભાગે આરોપીઓમાં પીડિતાના નજીકના જ કોઈ સ્વજન કે પરિચિત હોવાનું બહાર આવે છે. આ કિસ્સામાં પણ સગીર પીડિતાના બાજુમાં જ રહેતા અને પિતાના મિત્ર હોવાનું બહાર આવ્યું છે. આથી સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે. ભોગ બનેલ પીડિતાના પરિવારજનો આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તો પોલીસે પણ આરોપીને કડક અને દાખલરૂપ સજા મળે તે માટે જરૂરી તપાસ હાથ ધરી છે.
બે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કર્યો