ચેતન પટેલ/સુરત: સુરતમાં એક નવી પહેલ કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓ માટે મેન્સ્ટરુઅલ એટલે કે માસિક ધર્મ સમયે કેવી કાળજી રાખી શકાય તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનો મહામૂલો ખજાનો પરત કરશે મહાસત્તા અમેરિકા, પીએમ મોદીના પ્રવાસની મોટી અસર


આપણે જાણીએ છીએ  કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય, ન કહેવાય એવી હોય છે. સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સોથી પહેલા માસિક ચક્ર હોય છે. આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે કામના સમય દરમ્યાન તેમના પીરીયડસને કારણે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. ત્યારે સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરીયડસ દરમ્યાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 


સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળા


સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કમર્ચારીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની મહિલાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહી રીસર્ચ ફાઉન્ડેશન અને અનુભા સંસ્થાના ટ્રસ્ટી અનુરાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસિક શું છે. માસિક ચક્ર દરમ્યાન કેટલી કાળજી જરૂરી છે અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમ્યાન વાપરવી જોઈએ એ અંગે માહિતી આપવામાં આવી હતી. 


Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટ


માસિક સ્વચ્છતા બાબતે અનુરાધાજીએ મહિલાઓને માહિતી આપી હતી સાથે જ અત્યારે બજારમાં અવનવી પ્રોડક્ટ માશિક માટે વાપરવામાં આવતી હોય છે એ વસ્તુઓ કઈ રીતે વાપરી શકાય આ સાથે કેટલા સમય માટે વાપરી શકાય એ અંગે માહિતી આપી હતી. આ સાથે પીરીયડસ દરમ્યાન કેવી કાળજી રાખવી અને કેટલી સ્વચ્છતા જરૂરી છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૮૦ જેટલી મહિલાઓએ ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું.