ભારતનો મહામૂલો ખજાનો પરત કરશે મહાસત્તા અમેરિકા, પીએમ મોદીના પ્રવાસની મોટી અસર

Pm modi america visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ, ન્યુયોર્કના ડેલાવેયરમાં જો બાઈડેને પીએમ મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત...ન્યૂયોર્કની હોટલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારતીય સમુદાયના લોકોએ પારંપારિક નૃત્ય સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આ પ્રવાસમાં ભારતને પોતાનો ખજાનો પરત મળ્યો છે. ક્વાડ સમિટમાં સંબોધન બાદ આજે ન્યુયોર્કના નસાઉમાં ભારતીયોને સંબોધશે મોદી, જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે થઈ બેઠક,  બન્ને દેશો વચ્ચે થયા મહત્વના કરાર

અમેરિકાએ ભારતનો ખજાનો પરત કર્યો

1/5
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારત પ્રવાસની મોટી અસર જોવા મળી છે. અમેરિકા આપણી 297 ભારતીય પ્રાચીન વસ્તુઓ પરત કરશે. PMની અમેરિકા યાત્રા દરમિયાન 297 પુરાવશેષ ભારતને સોંપાયા. ભારતીય સાંસ્કૃતિક સંપત્તિ આપણા દેશમાં પરત આવશે. વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 640 પ્રાચીન વસ્તુઓ દેશ પરત આવી છે. માત્ર અમેરિકામાંથી જ 578 પ્રાચીન વસ્તુઓ પરત આવી છે. પ્રેસિડેન્ટ જો બાઈડેન અને PM મોદીએ એકસાથે પ્રાચીન વસ્તુઓ નીહાળી હતી. 

પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરવામાં આવી

2/5
image

વર્તમાન મુલાકાત ઉપરાંત, PMની યુએસની અગાઉની મુલાકાતો પણ ભારતને પ્રાચીન વસ્તુઓ પરત કરવાના સંદર્ભમાં ખાસ ફળદાયી રહી છે. PM મોદીની 2021 માં યુએસની મુલાકાત દરમિયાન, યુએસ સરકાર દ્વારા 157 પ્રાચીન વસ્તુઓ સોંપવામાં આવી હતી, જેમાં 12મી સદીની ઉત્કૃષ્ટ કાંસ્ય નટરાજ પ્રતિમાનો સમાવેશ થાય છે. વધુમાં, 2023માં પીએમની યુએસ મુલાકાતના થોડા દિવસો બાદ, 105 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરવામાં આવી હતી.

ન્યૂયોર્કમાં પીએમ મોદીનો ભવ્ય કાર્યક્રમ 

3/5
image

ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં 'મોદી એન્ડ યુએસ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહેશે. પીએમ મોદી ભારતીય લોકો સાથે સંવાદ પણ કરશે. કાર્યક્રમ માટે 45 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાર્યક્રમ હોલમાં 13 હજારની ક્ષમતા સામે 45 હજારની નોંધણી થઈ છે.   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે

4/5
image

ક્વાડ સમિટમાં પીએમ મોદીએ ભાગ લીધો. ક્વાડ સમિટથી પીએમ મોદીએ નામ લીધા વિના ચીન દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, અમે કોઈની વિરુદ્ધ નથી, ક્વાડનું જોડાણ કાયમી છે. અમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વના સન્માનના પક્ષમાં છીએ. સમૃદ્ધ ઈન્ડો પેસિફિક અમારી પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છએ. આ સાથે જ કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં પીએમ મોદીએ કેન્સરને રોકવા 4 કરોડ વેક્સિન ડોઝની જાહેરાત કરી. ભારત કેન્સરને રોકવા કરશે 7.5 મિલિયન ડોલરની મદદ કરશે. ભારતનું વિઝન વન અર્થ-વન હેલ્થ છે. 

5/5
image