`મારે યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું`, રાજકોટ લવજેહાદ કેસમાં નવો વળાંક
હાઇકોર્ટમાં યુવતીએ નિવેદન આપ્યું હતું કે, `મારે એ યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું````. જેથી હાઇકોર્ટે બે દિવસમાં તમામ ડોક્યુમેન્ટ મહેબુબે નારી સંરક્ષણ ગૃહમાં જમા કરાવી દેવા આદેશ આપ્યો છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે વિધર્મી યુવકે યુવતીને લવ જેહાદમાં ફસાવી હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વિધર્મી યુવક મહેબુબ બુખારીની હેબિયર કોપર્સની અરજી હાઇકોર્ટે ફગાવી છે. યુવતીનો કબજો લેવા મહેબુબ બુખરીએ હાઇકોર્ટમાં હેબિયર કોપર્સની અરજી કરી હતી.
ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશખબર; તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર
હાઇકોર્ટમાં યુવતીએ નિવેદન આપ્યું હતું કે, 'મારે એ યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું''''. જેથી હાઇકોર્ટે બે દિવસમાં તમામ ડોક્યુમેન્ટ મહેબુબે નારી સંરક્ષણ ગૃહમાં જમા કરાવી દેવા આદેશ આપ્યો છે. યુવતીને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવશે.
અંધાપાકાંડને 11 મહિના વીત્યા છતાં વળતર ચૂકવવામાં સરકારની આડોડાઈ! દર્દીઓએ દર્દનાક...
યુવતીના માતાએ આજે નિવેદન આપતા કહ્યું હતું કે, મારી દીકરીને ત્યાં જવું નહોતું. હવે દીકરીને સમજાયું છે. મારી દીકરીએ કોર્ટમાં કહ્યું હતું કે, છોકરાના દબાણ અને વકીલના દબાણ થી માતા પિતા પર આક્ષેપો કર્યા હતા. સરકાર પાસે માંગ છે કે આ પ્રકારે થયેલા લગ્નો અટકાવવામાં આવે. સરકાર વહેલો આ કાયદો લાવે કે જેથી દીકરી કે દીકરો માતા-પિતાની સહી વગર લગ્ન ન કરી શકે. દરેક વ્યક્તિ પોતાના જ સમાજમાં લગ્ન કરે તેવી અપીલ કરી હતી. સામાજિક અગ્રણી વિજય વાંકે કહ્યું હતું કે, મહેબુબ બુખારીએ વશીકરણ કર્યું હતું.
દાદા અને મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ?દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો
જોકે દીકરીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે જે હાલ નારી સંરક્ષણ ગૃહમાં છે. પરંતુ થોડા દિવસોમાં માતા-પિતાને મળે તેવા પ્રયાસ કરીએ છીએ. એટલું જ નહીં લવ જેહાદ જેવા કિસ્સામાં યુવતીઓના માતા-પિતાએ ડરવાને બદલે સામાજિક અગ્રણીઓનો સંપર્ક કરવો જોઈએ.
પ્રદીપસિંહને જેમાં રસ હતો એ કોલેજનું રાજકારણ પુરૂ કરશે સરકાર, ભૂપેન્દ્ર ભાઈ PM મોદી