અંધાપાકાંડને 11 મહિના વીત્યા છતાં વળતર ચૂકવવામાં સરકારની આડોડાઈ! દર્દીઓએ દર્દનાક વ્યથા વર્ણવી

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં 11 માસ પહેલા 25 જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે 12 જેટલા દર્દીઓને આંખમાં ચેપ લાગતા જુદી જુદી જગ્યાઓ પર રિફર કરવામાં આવ્યા હતા

અંધાપાકાંડને 11 મહિના વીત્યા છતાં વળતર ચૂકવવામાં સરકારની આડોડાઈ! દર્દીઓએ દર્દનાક વ્યથા વર્ણવી

કેતન બગડા/અમરેલી: આજથી 11 મહિના પહેલા અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરાયું હતું. જેમાંથી 12 જેટલા દર્દીઓને આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું.તો અમુક દર્દીઓને બને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. ત્યારે સરકાર દ્રારા 10 દિવસમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વળતર ના મળતા દર્દીઓ આજે શાતાબા હોસ્પિટલમાં રજુઆત કરવા પહોંચ્યા હતા. 

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં 11 માસ પહેલા 25 જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે 12 જેટલા દર્દીઓને આંખમાં ચેપ લાગતા જુદી જુદી જગ્યાઓ પર રિફર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ ભાવનગર અમદાવાદ સહિત દર્દીઓને અમરેલી થી રિફર કરવામાં આવ્યા હતા ત્યારે બાર જેટલા દર્દીઓની આંખની રોશની જતી રહી હતી જેમાં અમુક દર્દીઓને બંને આંખની રોશની જતી રહી હતી તો અમુક દર્દીઓને એક આંખમાં રોશની જતી રહી હતી જેને લઈને આજે દર્દીઓ શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે રજુઆત કરવા આવ્યા હતા ત્યારે દર્દીઓએ પોતાની વેદના રજૂ કરી હતી. 

સરકાર દ્રારા આંખની રોશની ગુમાવનાર દર્દીઓને 10 દિવસ ની અંદર વળતર આપવાની માંગ કરી હતી પરંતુ હજુ સુધી વળતર નહિ મળતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્રારા વળતરની જાહેરાત કર્યા બાદ અનેક વખત દર્દીઓ હોસ્પિટલ ખાતે વળતર માટે રજુઆત કરી પરંતુ આજદિન સુધી વળતર ના પૈસા ના મળતા આજે દર્દીઓએ શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે સુપ્રીટેન્ડર અને સિવિલ સર્જન ને રજુઆત કરી હતી જેને લઈને ટુક સમયમાં દર્દીઓ ને વળતર મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું. 

સરકારે વર્તનની જાહેરાત કર્યા બાદ તમામ દર્દીઓએ હોસ્પિટલમાં જઈને વળતરની માંગ કરી હતી ત્યારે આજે ફરીવાર આંખોની રોશની ગુમાવનાર તમામ દર્દીઓ એકઠા થઈને હોસ્પિટલના સુપ્રીટેન્ડર તેમજ હોસ્પિટલના સર્જનને વળતરની રજૂઆત કરી હતી ત્યારે સર્જને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ તમામ દર્દીઓને વળતર મળી જશે. 

આંખોની રોશની ગુમાવનાર દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સરકાર દ્રારા વળતર આપવાની જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ સુધી દર્દીઓને વળતર મળ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news