ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશખબર; તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું રીઝલ્ટ ડિક્લેર કર્યું છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર આવી ગયા છે.

ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશખબર; તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

Gujarat Junior clerk and Talati result announced : જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. 

ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું રીઝલ્ટ ડિક્લેર કર્યું છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર આવી ગયા છે. હજારો ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી.

— Hasmukh Patel (@Hasmukhpatelips) August 11, 2023

 

પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news