ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમા સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની  શ્વાસનળીમાંથી ફોરેન બોડી  દૂર કરાવામા આવ્યા છે . આ બે દર્દીઓમાં અમદાવાદના કુબેરનગરની એક વર્ષની નિત્યા રજક જેના જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ દૂર કરાયો છે. અન્ય દર્દી દસ મહિનાનો યુવરાજ ઠાકોર એના જમણા ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતા ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી એને કાઢીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની જનતાના હિત માટે સરકારનો નિર્ણય : 157 નગરપાલિકાઓને આપ્યા 100 કરોડ રૂપિયા


પહેલા કિસ્સાની વિગતો જોઈએ તો, નિત્યા રજતને  માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર અર્થે  સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં  દાખલ કરી એના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા‌‌. તેના છાતીના ભાગનો X-ray કરવામાં આવતા જમણા ફેફસાંમાં કંઈક બાહ્ય  પદાર્થ ફસાયેલું હોવાનું  માલુમ પડયું. તેના  માતા-પિતાને એ ખબર જ નહોતી કે તેમની  બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો છે એ ક્યાંથી આવ્યો અને કેવી રીતે એ ગળી ગઈ. તબીબોનું એવું માનવું છે કે જ્યારે એલઇડી બલ્બ એના મોઢામાં હશે એ સમયે ઓપરાઈ જવાથી એ એલઇડી બલ્બ એની શ્વાસનળીમાં થઈ અને જમણા ફેફસાની શ્વાસનળીમાં ફસાયું હોઈ શકે. બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ એનેસ્થેસિસ્ટ ડૉ.ભાવનાબેન રાવલના સહયોગથી આ બલ્બ દૂર કર્યો.



આ 3 રાશિના લોકોને અચાનક થઈ શકે છે ધનલાભ, ચતુર્ગ્રહી યોગ વિશે જાણી લો આ વાત


બીજા કિસ્સામાં માત્ર દસ વર્ષનો યુવરાજ ઠાકોરને ચાર ઓક્ટોબરની  રાત્રે પેટમાં એકાએક દુ:ખાવો થતાં તેને  વિરમગામ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમા લાવવામાં આવ્યો.હોસ્પિટલમા આ બાળક આવ્યો ત્યારે એનો શ્વાસોશ્વાસની તકલીફ ખૂબ વધી ગઇ. તેનો સીટી સ્કેન અને એક્સરે કરતાં ખબર પડી કે જમણો ફેફસું ખૂબ ફુલી ગયું હતું. સીટી સ્કેનમાં માલુમ પડ્યું એ જમણા ફેફસાની અંદર કંઈક ફોરેન બોડી છે. જેથી તાત્કાલિક અસરથી આ બાળકની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી.આ દરમિયાન જે ફોરેન બોડી  કાઢવામાં આવ્યું  ત્યાંરે એ લીલા કલરની ફોરેન બોડી જે ગવાર સિંગના ટુકડો હોવાનું માલુમ પડ્યું.


બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ


જે ફેફસાં ફસાઇ ગયું હોવાના કારણે બાળકને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડી રહી હતી. જેને સર્જરી ઇમરજન્સી વિભાગના ડૉ. કિરણ પટેલની મદદથી સર્જરી દ્રારા કાઢી નાખવામાં આવ્યું .હાલ બાળક એકદમ સ્વસ્થ  છે   અને તેને રજા પણ આપી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશી જણાવે છે કે, માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં એક વર્ષની આસપાસના બે બાળકોના જમણા ફેફસામાંથી અજીબો ગરીબ પ્રકારની ફોરેન બોડી કાઢીને એમને નવજીવન આપવામાં આવ્યું છે.



અમદાવાદ બાદ રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું, હવે આ વ્યક્તિના નામથી ઓળખાશે


તેઓ  દરેકે  માતા-પિતા કે વાલીઓ કે જેના બાળકો પાંચ વર્ષથી નાના છે તેમને અપીલ કરતા કહે છે કે, આવા બાળકોના હાથમાં આવા પ્રકારની ફોરેન બોડી ન આવી જાય એના માટે ખૂબ સાવચેતી રાખવી જોઈએ.


ગુજરાતની આ દરગાહ પર લોખંડ ચઢાવવાથી પૂરી થાય છે બધી ઈચ્છાઓ, ડબ્બાપીરના પરચા છે ફેમસ



ખાસ કરીને સિંગના દાણા, ચણા, આવી રીતે શાકના ટુકડા, એલઇડી બલ્બ અને એવી રીતે જોઈએ તો ઘડિયાળના જે બલ્બ આવે છે, બેટરી સેલ યઆવી બધી વસ્તુઓ બાળકના હાથમાં ન આવે એવી ઊંચાઈ પર રાખવી જોઈએ અને એવી જ રીતે જે આપણે બાથરૂમ સાફ કરવાનો એસિડ હોય એ પણ એના હાથમાં ન આવી જાય કે જેથી કરીને ભૂલથી બાળકો પી ન જાય અને ખૂબ ગંભીર હાલતમાં એ લોકોને હોસ્પિટલમાં લાવવા ન પડે તે માટે આ તમામ સલાહ અનુસરવા ડૉ. જોષીએ અનુરોધ કર્યો છે.