ગુજરાતની આ દરગાહ પર લોખંડ ચઢાવવાથી પૂરી થાય છે બધી ઈચ્છાઓ, ડબ્બાપીરના પરચા છે પ્રખ્યાત

Rajkot Pir Baba dargah : ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, જેમાં લપસિયા ખાવા પડે છે, તો કેટલાકમા મીઠાની બાધા રાખવી પડે છે. તો એક મંદિરમાં પથરીનો દુખાવો દૂર થાય છે. ત્યારે આજે વધુ એક અનોખા ધાર્મિક સ્થળ વિશે જાણીએ. આ કોઈ મંદિર નથી, પરંતુ દરગાહ છે. જ્યાં એવું કહેવામાં આવે છે કે અહીં ફૂલ કે ચાદર નહિ પરંતુ લોખંડના ડબ્બા ચઢાવવામાં આવે છે. 

1/6
image

ગુજરાતમાં એક એકથી અનોખા મંદિર આવેલા છે. રાજકોટના શાપર ગામમાં એક અનોખી દરગાહ આવેલી છે. જ્યાં ચાદર કે ફુલની સાથે લોખંડના ડબ્બા પણ ચઢાવવામાં આવે છે. 

2/6
image

આ દરગાહ હાજીપીર બાબાની દરગાહ છે, જેમને લોખંડ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. લોખંડ પ્રત્યે અપાર લગાવ હોવાથી લોકો તેમને લોકો ડબ્બાપીર બોલાવતા હતા અને ડબ્બાપીરથી જ ઓળખતા હતા.

3/6
image

હાજીપીર દરગાહ 120 વર્ષોથી વધુ પુરાની હોવાનું કહેવાય છે. હાજીપીરમાં શ્રદ્ધા રાખીને લોકો અહી પોતાની માનતા માને છે. કહેવાય છે કે, અહી હાજીપીરની દરગાહ પર કોઈ પણ માનતા રાખવાથી તે પૂરી થાય છે અને તે પૂરી થવા પર લોકો અહી લોખંડના ડબ્બા ચઢાવે છે.   

4/6
image

કહેવાય છે કે, આ હાજીબાપાને પહેલા લોખંડનો ખૂબ જ શોખ હતો. જેથી તેમને જ્યાંથી પણ લોખંડ મળે તેઓ તે લોખંડને શરીર પર ધારણ કરી લેતા હતા. કહેવાય છે કે, આ હાજીબાપાને પહેલા લોખંડનો ખૂબ જ શોખ હતો. જેથી તેમને જ્યાંથી પણ લોખંડ મળે તેઓ તે લોખંડને શરીર પર ધારણ કરી લેતા હતા. બસ, આ જ શ્રદ્ધા રાખીને કોઈ પણ વ્યક્તિ નાતજાતના ભેદભાવ ભૂલીને અહી આવે છે. 

5/6
image

એવા લોકવાયકા છે કે, કોઈ પણ વ્યક્તિ સમસ્યામાં હોય કે શારીરિક તકલીફમાં હોય તો તેઓ ડબ્બાપીરની માનતા રાખે છે. માનતા રાખવાથી તરત જ ફળ મળે છે. તેથી અહી દૂરદૂરથી ભક્તો બાધા રાખીને પૂરી કરવા અહી આવે છે. માનતા પૂરી થવા પર ડબ્બાપીરને લોખંડના ડબ્બા ચડાવી જાય છે.

6/6
image

આ દરગાહમાં લોકોએ અત્યાર સુધીમાં અસંખ્ય ડબ્બા ચડાવ્યા છે જેથી અહીંયા ડબ્બાનો પણ ખુબ મોટો ખજાનો ભેગો થઈ ગયો છે. ડબ્બાપીરના પરચા પણ લોકોને એટલા જોવા મળે છે કે, લોકો ડબ્બા ચડાવવા માટે આ જગ્યા પર આવે છે. અહીંયા ડબ્બા માટે સ્પેશિયલ ઓરડા બનાવવામાં આવ્યા છે ત્યાં આ બધા ડબ્બા મૂકવામાં આવે છે.