ઝી ન્યૂઝ/જેતપુર: જો તમે સાંજે ક્યાંય હાઇવે ઉપરથી જઈ રહ્યા છો તો ચેતી જજો કારણકે હાઇવે હવે સલામત નથી રહ્યા. હાઇવે ઉપર લૂટારાઑ બેફામ બન્યા છે અને એકલ દૉકલ વ્યક્તિને લૂટી લે છે. બનાવ છે જેતપુર – જુનાગઢ હાઇવે ઉપરનો જેતપુરના પાંચ પીપળા ગામે નોકરી કરતાં અને જુનાગઢ રહેતા વ્યક્તિને લુટારાઑ મોટર કારમાં આવીને લુંટ કરીને નાશી ગયા છે. જેતપુર એલ. સી. બી. અને જેતપુર તાલુકા પોલીસ સંયુક્ત રીતે પકડી પાડયા છે. કોણ છે લૂટારા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં મોટા ફેરફાર: પ્રદેશ મહામંત્રીની હકાલપટ્ટી, 3 જિલ્લાના પ્રમુખો બદલી દેવાયા


શું છે ઘટના?
ગઈ તારીખ 29 ના રોજ જુનાગઢ રહેતા અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં જિલ્લા સહકારી બેંકમાં પટ્ટા વાળા તરીકે નોકરી કરતાં વિશાલ કડવાભાઈ સાવલિયા પોતના ઘરે જવા નીકળ્યા હતા ને હાઇવે ઉપર થી જઈ રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની i 20 કાર આવીને તેનો રસ્તો રોક્યો હતી અને તેમાંથી 5 જેટલા લબર મૂછળીયા છોકરા નીચે ઉતરીને વિશાલભાઈને માર મારીને કારમાં જબદસ્તીથી બેસાડ્યા હતા અને તેનું અપહરણ કર્યું હતું.


શું તમે લોન ચૂકવવામાં અસમર્થ છો? જાણો તમારા 5 અધિકારો અને મુશ્કેલીઓથી બચવાની રીતો


કારમાં જ તેને માર મારીને તેની પાસે રહેલ એપલ આઈ ફોન તેણે પહેરેલ સોનાની ચૈન રોકડ રૂપિયા બધુ લૂટી લીધું હતું અને રસ્તા ઉપર ઉતારી દીધા હતા.. બાદમાં આરોપી ઓ દ્વારા ફરિયાદી વિશાલ સાવલિયાને ફોન કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં પણ આવી હતી, વિશાલભાઈ એ આ બાબતની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવી હતી જેના આધારે રાજકોટ પોલીસ તપાસ શરૂ કરી હતી.


ડરાવી રહ્યો છે કોરોના! અમદાવાદમાં કેસ વધતા તંત્રમાં ચિંતામાં! જાણો આજના નવા કેસ


રાજકોટ પોલીસને મળેલ માહિતી મુજબ એક સફેદ i 20 કાર જુનાગઢ તરફથી આવી અને સુરત તરફ જઈ રહી છે અને આ કાર વડીયા પાસેથી નિકળશેની માહિતી મળી હતી જેના આધારે વોચ ગોઠવતા અને કારને પકડી પડતાં તેમાંથી શંકાસ્પદ રીતે 5 યુવકો મળ્યા હતા ને તેની જડતી લેતા તેની પાસેથી સોનાની ચૈન, એપલ આઈ ફોન મળી આવ્યો હતો અને તેના અંગે પૂછતાં તેવોએ આ ફોન લૂટનો હોવાની કબૂલાત કરી હતી.


સુરતની લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, પરિવારે લગાવ્યો એવો ગંભીર આરોપ કે મચ્યો 'હાહાકાર


રાજકોટ પોલીસ દ્વારા પકડાયેલ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. રાજકોટ એલ સી. બી. દ્વારા આ ગુનામાં કુલ 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં જુનાગઢ રહેતા કિસન ભરત દૂધાત્રા અને અન્ય 4 જેવો સુરતના રહેવાસી છે એવા મીત રતી ઝાલાવડિયા, દિપક રણછોડ ભડિયાદ્રા, નિકિત રાકેશ માલવીયા, ધ્રુવ કિરણ રાબડીયા ને પકડી પડ્યા છે અને વધુ તપાસ કરી રહી છે.


કાલે હનુમાન જયંતી, જાણો બજરંગબલીની પૂજાનો શુભ મુહૂર્ત, સામગ્રી અને સંપૂર્ણ માહિતી


કોણ છે આ લૂટારા શા માટે કરી લૂંટ?
હજી તો મૂછનો દોરો ફૂટી રહ્યા છે ત્યાં જ લૂટને અંજામ આપનાર આ લૂંટારાનો ખાસ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેવો હજી તો યુવાનીમાં પગ મૂકી રહ્યા છે. ત્યારે આ લોકો પોતના મોજ શોખ પૂરો કરવા માટે લૂટ ચલાવી હોવાનું જાણવા મળે છે. કાર લઈને ફરવું અને એસો આરામની જિંદગી જીવવા માટે આ લબર મૂછળીયા લૂંટના રવાડે ચડયા, હાલ તો તેમના મોજ મજા કરવાના સપના ધૂળમાં મળી ગયા છે હવે તેવો એ જેલમાં રહીને જ જેલની રોટલી ખાવાનો વારો આવ્યો છે. હા પણ તેમ હવે ચેતી જજો કારણ કે આવા લૂંટારા તમારી આસપાસ ક્યારે ન આવી જાય અને તમેને લૂટી ના લે તેનું ધ્યાન રાખજો.


ઓહ માય ગોડ! સુરતમાં માનવ આકારનો રોબોટ આ બધું જ કરે છે, લોકોમાં કુતૂહલ, VIDEO