ફરી ડરાવી રહ્યો છે કોરોના! અમદાવાદમાં કેસ વધતા તંત્રમાં ચિંતામાં! જાણો ગુજરાતમાં નવા પોઝિટીવ કેસ?

સૌથી વધુ અમદાવાદમાં કુલ 92 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2176 પર પહોંચી ગઈ છે.

ફરી ડરાવી રહ્યો છે કોરોના! અમદાવાદમાં કેસ વધતા તંત્રમાં ચિંતામાં! જાણો ગુજરાતમાં નવા પોઝિટીવ કેસ?

ઝી ન્યૂઝ/ગાંધીનગર: કોરોના વાયરસના દૈનિક આંકડા ફરી એક વખત જોખમના સંકેત આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 351 નવા કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ અમદાવાદમાં કુલ 92 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2176 પર પહોંચી ગઈ છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 2176 એક્ટિવ કેસ છે, તેમાંથી 9 વેન્ટીલેટર પર છે. જ્યારે 2167ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1270549 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 11056 લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજ રોજ નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 88, મોરબીમાં 35, સુરત કોર્પોરેશનમાં 30, વડોદરા કોર્પોરેશન 27, ગાંધીનગર 23, મહેસાણા 22, સાબરકાંઠા 19, વડોદરા 15, રાજકોટ 12, બનાસકાંઠા 10, કચ્છ 9, ભરૂચ 8, સુરત 8, રાજકોટ કોર્પોરેશન 6, ગાંધીનગર કોર્પોરેશન 5, અમદાવાદ 4, પંચમહાલ 4, સુરેન્દ્રનગર 4, વલસાડ 4, નવસારી 3, અમરેલી 2, આણંદ 2, અરવલ્લી 2, ભાવનગર કોર્પોરેશન 2, ખેડા 2, પોરબંદર 2, ગીર સોમનાથ 1, જામનગર 1, મહીસાગર 1 એમ કુલ 351 કેસ નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news