મહેસાણા : આસ્થા ગુજરાતનું મહત્વનું પરિબળ છે. ગુજરાતનાં મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પુર્ણ કરવા માટે લોકો અહીં પોતાના પરિવાર સાથે આવીને પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યા કામ પુર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર રોડ સાઇડમાં પાણીની બોટલોનો ઢગલો જોતા લોકો આશ્ચર્યમાં મુકાય છે. આ પાણીની બોટલોનો મોટો ઢગલો અહીં કેમ પડ્યો હશે. મહેસાણાના મોઢેરાથી થોડે દુર હાઇવે પર એક ફાર્મ હાઉસ સામે એક નાનકડું મંદિર આવેલું છે. જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવે છે. દુરદુરથી લોકો પોતાની માનતા પુરી કરવા માટે ગાડીઓ ભરીને પાણી ચડાવવા આવે છે. 


8 વર્ષ પહેલા મોઢેરા પાસે આવેલા મણિનગર ગામથી થોડે દુર એક ફાર્મ હાઉસ સામે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં બે બાળકો પણ હતા. અકસ્માત બાદ બંન્ને બાળકો પાણી માટે વલખી રહ્યા હતા. ત્યાર બાદ બંન્નેના મોત નિપજ્યાં હતા. જો કે લોકો આજ સુધી હવે ત્યાં બાધા રાખીને પાણી ચડાવે છે. 


8 વર્ષ પહેલા અકસ્માત બાદ અહીં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ફાર્મ હાઉસમાં ચોકી કરતા દરબાર મેતુભા સોલંકીએ જણાવ્યું કે, 21 મે 2013 ના દિવસે અહીં અકસ્માત થયો હતો. જ્યાં મે જ રીક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા હતા. ત્યાં બે 10 વર્ષના બાળકો અકસ્માત બાદ પાણી માટે વલખી રહ્યા હતા. બાદમાં બંન્નેના મોત નિપજ્યાં હતા. ત્યારથી લોકો અહીં બાળકોને દેવ સમજીને પુજા અર્ચના કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube