મૌલિક ધામેચા/અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે છતાં કેટલીક વખત ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવે છે. ત્યારે હવે SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવ્યું છે. આ જવાન પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સપ્લાય કરતો હોવાની શંકા છે. SRP જવાના વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શ્રીકાર વર્ષા, વાતાવરણમાં ઠંડક અને રોડ પર પાણી અને ટ્રાફીકનો ભરાવો


સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવતે પોલીસ ફરિયાદ નોધાવી છે કે, SRP ગ્રુપ 5 C કંપની ગોધરાના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22 માં પોતાની ફરજ પર આવવા માટે જેલમાં દાખલ થયા હતા. આ દરમિયાન તેઓની તપાસ કરતા તેમની પીઠના ભાગે સેલોટેપથી ચોટાડેલ મોબાઈલ ફોન તેમજ ખિસ્સામાંથી 11 તમાકુની પડીકીઓ મળી આવી હતી. 


મેઘ મહેર: દક્ષિણ ગુજરાતમાં 23 તાલુકામાં વરસાદ, સૌથી વધારે સોનગઢમાં 4 ઇંચ નોંધાયો


SRP જવાન પાસેથી મળી આવેલ ફોનમાં કોઈ સીમકાર્ડ મળી આવ્યું નથી. જોકે રાણીપ પોલીસે ગુનો નોધીને હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે. આ ફોન ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? તે દિશામાં તપાસ આદરી છે. ઉપરાંત તમાકુની પણ પડીકી મળી આવી છે તો તે કોણ માટે લાવ્યો હતો. અગાઉ આ રીતે સપ્લાય કર્યો છે કે નહિ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


લોકોથી ઘેરાયેલા નેતાઓ અને ઓફીસો બની સુનકાર, ઓનલાઇન સુનાવણી અને તત્કાલ ઉકેલ

સામાન્ય રીતે કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે, પરંતુ આ તો SRP જવાન પાસેથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે. સેન્ટ્રલ જેલમાં અનેક ગંભીર ગુનાના કેદીઓ અને આતંકીઓ પણ છે. તેમ છતાં આ રીતે મોબાઈલ અન્ય વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે તેને લઈને અનેક સવાલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર