લોકોથી ઘેરાયેલા નેતાઓ અને ઓફીસો બની સુનકાર, ઓનલાઇન સુનાવણી અને તત્કાલ ઉકેલ

કોરોનાને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યા છે. તેમ નેતાઓનાં જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યા છે. લોકોને અકારણ ભેગા નહી થવા અંગે સરકાર વારંવાર અપીલ કરે છે. તેવામાં નેતાઓ પણ હવે લોકોને મળવાને બદલે ઓનલાઇન જ તેમની ફરિયાદ સાંભળીને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 
લોકોથી ઘેરાયેલા નેતાઓ અને ઓફીસો બની સુનકાર, ઓનલાઇન સુનાવણી અને તત્કાલ ઉકેલ

ગાંધીનગર : કોરોનાને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યા છે. તેમ નેતાઓનાં જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યા છે. લોકોને અકારણ ભેગા નહી થવા અંગે સરકાર વારંવાર અપીલ કરે છે. તેવામાં નેતાઓ પણ હવે લોકોને મળવાને બદલે ઓનલાઇન જ તેમની ફરિયાદ સાંભળીને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ અંગે વાત કરતા સમાજ અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી લોક સમસ્યાને રોજિંદી રીતે ઓનલાઇન જ સાંભળીને રોજિંદી રીતે ઓનલાઇન જ તેનો નિવેડો લાવે છે. આ માટે તેઓ સંબંધિત અધિકારીને ચાલુ વીડિયો કોલમાં જ સુચન પણ આપી દેતા હોય છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવેએ આ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, કોરોનાના સમયમાં લોકોને મળવું શક્ય બનતું નથી. પરંતુ તેમના પ્રશ્નો તો આ સમયમાં પણ ઉભા થયા જ છે. 

જેથી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર હું લોક સમસ્યાનો વિડીયો કોલ દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરૂ છું. જ્યારે કોઇ અધિકારીને સુચના આપવાની હોય તો તરત જ અધિકારીને પણ સુચના આપી દેવામાં આવે છે. જેથી લોકોની સમસ્યાનો શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news