હવે સિઝન પુરી થશે તો પણ ગુજરાતમાં ખાવા મળશે કેરી! આ પ્રગતિશીલ ખેડૂતે વિકસાવી અનોખી જાત
દિતલા ગામના હરેશભાઈ અને રણજીતભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામા પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. અત્યારે બજારમા કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગયી છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે.
કેતન બગડા/અમરેલી: બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ પડતા જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતા જ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પરંતુ સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે વિક્લ્પ શોધી કાઢ્યો છે. જે કેરીની સિઝન પુરી થતા પણ છ મહીના સુધી કેરી ખાવા મળશે. આ કેરીનુ નામ છે પંચરત્ન કેરી...જે ખાવામાં પણ મજેદાર છે અને તેમના ફાર્મ ખાતે દશેરી, મલ્લિકા, કેસર, જન્બો, કેસર, આલ્ફ્રેન્જો, લંગડો, જમાદાર, બારમાસી વગેરે કેરીઓની અલગ અલગ જાત વિકસાવી છે.
ગુજરાતનો પ્રથમ કિસ્સો; સ્કૂલના વિદ્યાર્થીઓને અપાશે નેશનલ ખેલાડીઓ પહેરે એવા કપડાં-બૂટ
કેરીની વાત આવે એટલે બધા લોકો ને કેસર કેરી યાદ આવી જાય છે. આવનારા દિવસોમા કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે નવાઇ લાગીને પણ આ હકીકત છે. દિતલા ગામના હરેશભાઈ અને રણજીતભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામા પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. અત્યારે બજારમા કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગયી છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિક્લ્પ રણજીતભાઇ ઝાલા અને હરેશભાઇએ શોધી કાઢ્યો છે. સાવરકુંડલા પાસે આવેલ દિતલા ગામના એક પ્રગતિશીલ ખેડુતે કેસર કેરીનો વિક્લ્પ શોધી કાઢ્યો છે.
અચાનક વિનેશ ફોગાટનું વજન કેવી રીતે વધી ગયું? આ 5 કારણોથી સમજો આખી વાત
આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામા અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે. કેરી બારેમાસ ખવા મળે તે માટે દિતલા ગામના રણજીતભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી. હરેશભાઇના કેરીના ફાર્મમાં 10થી 15 જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે પરંતુ રણજીતભાઇને પંચરત્ન કેરીમાં વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કેરી કરતા પણ મીઠી છે તેવુ તેમનુ માનવું છે. આવનારા દિવસોમા લોકોને કેરી બારેમાસ ખાવા મળે તો નવાઇ નહી કારણ કે કેસર કેરીની સિઝન પુર્ણ થયા બાદ પંચરત્ન કેરી પાક ઉપર આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી 20 થી 25 દિવસ સુધી બગડતી નથી.આવનાર દિવસોમા કેરી ઉનાળા ઉપર પાકે તે ભુતકાળ થઇ જશે.હરેશભાઈ અને રણજીતભાઇ ને કેરીના અનેક સંશોધન બાબતે અનેક પ્રમાણ પત્રો પણ મળી ચુક્યા છે.
100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ
કાઇક નવુ કરવાની ભાવના વાળા હરેશભાઇ ની મહેનત પાંચ વર્ષ બાદ રંજ લાવી છે. તેમના આંબાના બગીચામા આંબાની ક્લમોમા આંબાના મોર હજી પણ જોવા મળી રહ્યા છે. અહી લોકો દુરદુરથી આંબાના ફાર્મમાં મુલાકાત લઇને કેરી વિષે નવુ જાણીને જાય છે. તો આજુબાજુના ખેડૂતો પણ અલગ વિકસાવેલ કેરીની વિવિધ જાતો પોતાના આંબાના બગીચામાં ઉછેર કરવાનું વિચારી રહ્યા છે. કેરીની વાત કરીએ તો કેસર કેરીનું સ્થાન લોકોમા પ્રથમ છે. કેસર કેરી મળે ત્યા સુધી લોકો બીજી એક પણ કેરીનું નામ પણ નથી લેતા. ત્યારે આવનારા દિવસોમા પંચરત્ન કેરી લોકોમા સ્થાન લેય તો નવાઇ નહી. આ કેરી કેસર કેરીની સાથે જ આંબાના ઝાડ ઉપર આવવાની શરુઆત થયી જાય છે પરંતુ કેસર કેરી પછી પાકે છે. રણજીતભાઇના કેરીના ફાર્મમા 150 થી વધારે પંચરત્ન કેરીની કલમો આવેલી છે. અહી લોકો કેરીની વિવિધ પ્રકારની જાતો જોવા આવે છે ત્યારબાદ જ્યારે પંચરત્ન કેરીની વાત કરે છે ત્યારે સૌ કોઇ નવાઇ પામે છે કેટલાક લોકોને તો વિશ્વાસ પણ આવતો નથી કે કેરી શું બારેમાસ મળે ખરી.
પૃથ્વીના 7 નહિ, પરંતું છ ખંડ છે, નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો અતિ ચોંકાવનારો દાવો
પંચરત્ન કેરી ખાવામા અતિ મીઠી લાગે છે. કેસર કેરી જેવોજ તેનો સ્વાદ આવે છે. આ કેરીની પાકવાની શરુઆત જુલાઇ મહીનાથી શરુ થાય છે અને છેક દિવાળી સુધી કેરી આવે છે. અહી આવનારા લોકો પહેલા પંચરત્ન કેરી વિશે જાણવા માટે ભાર ઉત્સુક્તા દર્શાવતા હોય છે. બારેમાસ કેરી મળે તે માટે અહી આજુબાજુના વિસ્તારના ખેડુતો પણ અહી આવે છે અને યોગ્ય માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રકારની આંબાની કલમો લઇ હાય છે. આ કેરી કેસર કેરી જેવડીજ હોય છે. દીતલા ગામના પ્રગતિ ખેડૂતે પોતાની કોઠાસુઝ અને 15 વર્ષની મહેનત બાદ પંચરત્ન કેરી શોધી કાઢી છે, જે ખાવામાં કેસર કેરી જેવી જ લાગે છે અને કેસર કેરી કરતા પણ તેની મીઠાશ વધારે પંચ રત્ન કેરીમાં જોવા મળે છે, ત્યારે કેરીના રસિકો માટે આવનારા દિવસોમાં બારેમાસ કેરી ખાવા મળશે તેવું આ પ્રગતિશીલ ખેડૂત કહી રહ્યા છે.