Paris Olympics 2024: અચાનક જ વિનેશ ફોગાટનું વજન કેવી રીતે વધી ગયું? આ 5 મુદ્દા પણ સમજવા જેવા છે
એવું કહેવાય છે કે વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. તેણે મંગળવારે જ જીતની હેટ્રિક લગાવીને લગભગ એક મેડલ કન્ફર્મ કર્યો હતો. વિનેશ ફોગાટને આ જાણીને ખુબ ઝટકો લાગ્યો છે. રાતોરાત વજન કેવી રીતે વધી ગયું?
Trending Photos
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટને મોટો ઝટકો મળ્યો છે. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલની મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિનેશનું મેચ પહેલા વજન માપવામાં આવ્યું હતું જેમાં થોડું વધારો જોવા મળ્યું. જેના કારણે અયોગ્ય જાહેર થઈ. આખરે અચાનક વિનેશ ફોગાટનું વજન એકદમ કેવી રીતે વધી ગયું? જેના કારણે તે મેડલની રેસમાંથી જ બહાર થઈ ગઈ.
આટલું વધ્યું હતું વજન
એવું કહેવાય છે કે વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. તેણે મંગળવારે જ જીતની હેટ્રિક લગાવીને લગભગ એક મેડલ કન્ફર્મ કર્યો હતો. વિનેશ ફોગાટને આ જાણીને ખુબ ઝટકો લાગ્યો છે. રિપોર્ટ્સ મુજબ તેની તબિયત બગડી ગઈ છે અને તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. વિનેશ આ જાણીને બેહોશ થઈ ગઈ અને તરત જ તેને હોસ્પિટલ ખસેડાઈ. પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશનું ગૌરવ જણાવીને તેના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. ટ્વિટર પર એક સંદેશો પોસ્ટ કરીને વિનેશ પ્રત્યે ચિંતા પણ વ્યક્ત કરી.
આખી રાત ઊંઘી નહીં
વિનેશ ફોગાટને પહેલેથી જ એ વાતનો ડર હતો. મંગળવારે રમાયેલી કુસ્તી દરમિયાન તે એકદમ ફીટ હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ તેનું વજન રાતોરાત 2 કિગ્રા વધી ગયું. જેના કારણે તેણે આખી રાત ખુબ મહેનત કરી અને ઊંઘને કુરબાન કરી. આમ છતાં 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. અધિકારીઓ દ્વારા વધુ એક ચાન્સ આપવાની અપીલ કરાઈ પરંતુ તેને ફગાવી દેવાઈ.
પીએમ મોદીએ લીધી જાણકારી
આંતરિક સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ ઈન્ડિયન ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સાથે વાત કરી અને આ મુદ્દે જાણકારી માંગી તથા વિનેશની હાર બાદ ભારત પાસે શું વિકલ્પ છે તે અંગે પણ જાણકારી લીધી. તેમણે વિનેશ મામલે મદદ માટે તમામ વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યું. તેમણે પીટી ઉષાને પણ વિનેશની મદદ માટે તેની અયોગ્યતા અંગે કડક વિરોધ નોંધાવવાનો પણ આગ્રહ કર્યો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટ ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ. વિનેશ 50 કિલોગ્રામની કેટેગરીની ઈવેન્ટમાં ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં વિનેશનો સામનો અમેરિકી રેસલર સારા સાથે થવાનો હતો પરંતુ મેચની બરાબર પહેલા વધેલા વજનના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી. વિનેશનું વજન થોડા ગ્રામ જ વધારે હતું. આ કારણે તે હવે ફાઈનલ મેચ માટે મેટ પર ઉતરશે નહીં. તેનાથી પણ વધુ નિરાશાની વાત એ છે કે ભારતની આ ચેમ્પિયન દીકરીને કોઈ પણ મેડલ નહીં મળે. હવે એ જાણવું મહત્વનું બને કે ગણતરીના કલાકોની અંતર વિનેશ ફોગાટનું વજન આખરે કેવી રીતે વધી ગયું? વિનેશ ફોગાટનું વજન વધવા પાછળના કારણો શું હોઈ શકે તે તો જ્યારે માહિતી સામે આવશે ત્યારે જાણી શકાશે પરંતુ તાબડતોબ વજન વધવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તે જાણવું પણ જરૂરી છે.
નિર્ધારિત મર્યાદા કરતા વધુ કેલેરીનું સેવન
કોઈ પણ રેસલર માટે તેનો ડાયેટ સૌથી વધુ મહત્વનો હોય છે. રેસલરની ખાણીપીણી અન્ય લોકો કરતા અલગ હોય છે. તેણે વધુ કેલેરીનું સેવન કરવું પડે છે જેથી કરીને તેની અંદર એન્ડ્યુરેન્સ જળવાઈ રહે અને મેચમાં તે પોતાનું જબરદસ્ત પરફોર્મન્સ પણ કરી શકે. જો કે ક્યારેક મુશ્કેલી પણ પેદા કરી શકે છે. પહેલવાનોએ સામાન્ય રીતે હાઈ કેલેરી ડાયેટ લેવો પડે છે. આવામાં નિર્ધારિત મર્યાદા કરતા જો જરાક પણ વધુ કેલેરી શરીરમાં જાય તો વજન વધવાનું જોખમ રહે છે.
સ્ટ્રેસ અને ઊંઘ પૂરી ન થાય
અનેકવાર એવું પણ બનતું હોય છે કે જ્યારે કોઈ સ્ટ્રેસમાં હોય તો આવી સ્થિતિમાં અચાનક વજન વધી જાય છે. આ ઉપરાંત ઊંઘ પણ પૂરી ન થવાના કારણે શરીરના મસલ્સમાં ફેરફાર જોવા મળે છે. રિપોર્ટ મુજબ મંગળવારે રાતે વિનેશે આખી રાત જોગિંગ અને સાઈકલિંગ કર્યું જેથી કરીને વજન ઓછું થાય. આ બધા વચ્ચે તે ખુબ તણાવમાં પણ હતી જેના કારણે તેનું કદાચ વજન ઘટી શક્યું નહીં.
હોર્મોનમાં અચાનક અસંતુલન થાય તો વધે વજન
અનેકવાર એવું જોવા મળે છે કે શરીરના હોર્મોનમાં અચાનક ફેરફાર આવે છે. મહિલાઓમાં એસ્ટ્રોજનનું એક રૂપ હોય છે જેને એસ્ટ્રાડિયોલ હોર્મોન પણ કહે છે. તેમાં ઉતાર ચડાવના કારણે પણ અચાનક શરીરમાં વજનમાં ફેરફાર જોવા મળતો હોય છે. વિનેશ ફોગાટના મામલામાં પણ આવું બની શકે કે જેના કારણે તેમના બોડી વેઈટમાં વધારો જોવા મળ્યો.
કાર્બોડાઈડ્રેટનું વધુ પડતું સેવન
વિનેશ ફોગાટ કાલે ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલની મેચમાં ઉતરી હતી. આ દરમિયાન તેણે ઘણું એનર્જી લોસ પણ કર્યો હશે. ફાઈનલમાં પહોંચ્યા બાદ વિનેશ તેમાં કોઈ કસર બાકી રાખવા માંગતી નહીં હોય. આ કારણે બની શકે કે તેણે કાર્બોહાઈડ્રેટનું સેવન નિર્ધારિત માત્રા કરતા વધુ કર્યું હોય જેના લીધે તેનું જવન વધી ગયું હોય અને અયોગ્ય જાહેર થઈ.
થાઈરોઈડથી પણ વધે વજન
શરીરમાં થાઈરોઈડનું વધુ પ્રમાણ હોય તો પણ વજન વધે છે. જો કે તેનું પરિણામ ધીરે ધીરે જોવા મળે છે. પરંતુ વિનેશ ફોગાટના મામલામાં આ સંપૂર્ણ રીતે અસામાન્ય છે કે 53 કિલોથી તેણે 50 કિલોમાં પોતાને ઓલિમ્પિક માટે શિફ્ટ કરી, પરંતુ કેટલાક ગ્રામ વજન વધવાના કારણે તે ઈતિહાસ રચવાથી ચૂકી ગઈ.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે