અલકેશ રાવ/બનાસકાંઠા: પ્રગતિશીલ પશુપાલકે ઇઝરાયેલી ટેકનોલોજી ધરાવતું આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. ધાનેરાના ફતેપુરાના બનાવેલ આધુનિક ટેકનોલોજી ધરાવતા ડેરી ફાર્મનું બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આટલા જિલ્લામાં અપાયું એલર્ટ


બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે જેમાં અનેક પશુપાલકો પશુપાલન ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે. ત્યારે ધાનેરાના ફતેપુરામાં પ્રગતિશીલ પશુપાલકે બનાવેલ અધતન સુવિધા ધરાવતું ઇઝરાયેલી ટેકનોલોજી વાળું મોર્ડન ડેરી ફાર્મને બનાસડેરીના ચેરમને અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.


અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા


પ્રગતિશીલ પશુપાલક દ્વારા ગાયોનો તબેલો બનાવી ઇજરાયેલી ટેકનોલોજીથી સજ્જ ડેરી ફાર્મ થકી આધુનિક એનિમલ સેડ, હવા ઉજાસ વાળો શેડ, મિલ્કીંગ પાલર, બીએમસી રૂમ, પશુઓનું ટેગિંગ અને કોલર બેલ્ટ દ્વારા મોનિટરિંગ, પશુના આરામ માટે ઓગર કુલિંગ ફેન, રબરમેટ, એનિમલ ગૃમીંગ બ્રશ, સંપૂર્ણ મિક્સર મશીન, બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ ઈલેક્ટ્રિક જનરેટર, ઓર્ગેનિક ખાતર પેકિંગ પ્લાન્ટ, સોયલાપીટ, દાણ ગોડાઉન સુવિધાસભર ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે.


લવ સેક્સ ઔર ધોખા: અમદાવાદમાં બે સગી બહેનો લવ-જેહાદનો શિકાર,કંપારી છૂટી જાય એવી કહાની


ફાર્મની અંદર એક આધુનિક ટેકનોલોજી ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે, તેથી આ ફાર્મનું મહિનાનું બિલ માત્ર 7000 જેટલું જ આવે છે. તે ઉપરાંત ગોબરગેસ પ્લાન્ટ માંથી સ્લેરી નીકળે છે. તેમાંથી આધુનિક પ્લાન્ટ દ્વારા ખાતર બનાવવામાં આવે છે. 45 દિવસની પ્રોસેસ બાદ કિસાન ગોલ્ડ પાવડર ફોમમાં ખાતર તેમજ ઉર્જા શક્તિ દાણેદાર ખાતર બનાવવામાં આવે છે. તે ઉપરાંત આ ફાર્મની અંદર ગાયોને બાંધવામાં નથી આવતી ગાયોને છુટ્ટી મૂકવામાં આવે છે જેથી દૂધના પ્રોડક્શનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ


જો કે હાલ પશુઓની સંખ્યા માત્ર 200 જેટલી છે અગાઉના સમયમાં 200થી વધારી 500 પશુ રાખવાનું લક્ષ્યાંક પશુપાલકે નક્કી કર્યું છે. દૈનિક દૂધની આવકની જો વાત કરવામાં આવે તો 1000 લીટર પ્રતિદિન આ ડેરી ફાર્મમાં ગાયો થકી દૂધ વિકસાવવામાં આવે છે અને સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવી આજીવિકા મેળવવામાં આવે છે. જોકે પ્રગતિશીલ પશુપાલક સુરેશભાઈ અને કમલેશભાઈ પટેલ દ્વારા હાલ આ ડેરી ફાર્મનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.


જુલાઈમાં મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર કરશે ગોચર, આ 5 રાશિના જાતકો થઈ જશે માલામાલ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામડાઓને સધ્ધર બનાવવા પશુપાલન ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. જોકે હાલ આ ડેરી ફાર્મ વિકસાવા પાછળનું કારણ અને ખેડૂતો રોજગારી મેળવતા થાય. જોકે ગોબરગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી જમીનોને રાસાયણિક ખાતર મુક્ત બનાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ ડેરી ફાર્મ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે અને અન્ય પશુપાલકો માટે પણ શીખ સમાન ડેરી ફાર્મને જોઈને નાના ડેરી ફાર્મ બનાવવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો.


Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે


બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલા આધુનિક ડેરી ફાર્મ જોવા માટે પશુપાલકો અને ખેડૂતો ઇઝરાયેલ, ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા વિદેશોમાં જતા પરંતુ હવે વિદેશ જેવું મોર્ડન ફોર્મ બનાસકાંઠામાં બન્યું છે તો હવે પશુપાલકો વિદેશની જગ્યાએ ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ આ મોડર્ન ફાર્મની મુલાકાત લઈ અભ્યાસ કરશે.


Whatsapp એ લોન્ચ કર્યું નવુ ફીચર, હવે 32 લોકોને એક સાથે કરી શકશો વીડિયો કોલ


અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇઝરાયેલની જેમ મોડર્ન ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે. જેમાંથી વધુ દૂધ ઉત્પાદન મેળવી અને વધુ રોજગારીની તકો ઊભી કરવા આ અધતન સુવિધા સભર મોર્ડન ડેરી ફાર્મ અનેક પશુપાલકો માટે શીખ અને પ્રગતિશીલ બનાવવા ઉપયોગી સાબિત થશે.