સુરત: 3 વર્ષમાં સુરતનાં ઉત્તર ઝોનમાં જ ડોઢ કરોડનો દારૂ ઝડપાયો, પોલીસે કર્યો નાશ
ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જેના કારણે બિનકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ કેટલીક વખત ઝડપાઇ જાય છે. પોલીસ આ દારૂ એકત્ર કરે છે અને જ્યારે આ દારૂ પ્રમાણમાં વધારે થઇ જાય ત્યારે તેનો નાશ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કામગીરી સમયાંતરે કરવામાં આવતી રહે છે. સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષમાં પકડાયેલા 1 કરોડથી પણ વધારે કિંમતના દારૂનો નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો હતો.
સુરત : ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જેના કારણે બિનકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ કેટલીક વખત ઝડપાઇ જાય છે. પોલીસ આ દારૂ એકત્ર કરે છે અને જ્યારે આ દારૂ પ્રમાણમાં વધારે થઇ જાય ત્યારે તેનો નાશ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કામગીરી સમયાંતરે કરવામાં આવતી રહે છે. સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષમાં પકડાયેલા 1 કરોડથી પણ વધારે કિંમતના દારૂનો નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો હતો.
સુરત: કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં સેંકડો લોકો થયા એકત્ર, ચાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દારૂનો નાશ કરવા માટે દારૂને મોટા મેદાનમાં પાથરવામાં આવે છે અને ત્યાર બાદ તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવતું હોય છે. સુરત પોલીસ દ્વારા પણ આ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. 1.6 કરોડ રૂપિયાનો દારૂ પર રોડ રોલર ફેરવી નાખવામાં આવ્યું હતું.
અમદાવાદ: વસ્ત્રાપુરમાં કર્ફયું સમયે દારૂ પીધેલી યુવતી સહિત 3 નબીરાઓ ઝડપાયા
જો કે સૌથી મહત્વનું છે કે, 2017 ના અંતિમ ત્રણ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં 1.6 કરોડ રૂપિયાનો દારૂ તો માત્ર ઝડપાયો છે. તો ઘુસાડવામાં કેટલો આવ્યો હશે તેનો અંદાજ લગાવી શકાય છે. તેના પરથી જ અંદાજ આવી જાય છે કે, કથિત દારૂબંધી હેઠળ કેટલો ખુલ્લેઆમ દારૂ વેચાય પણ છે અને પીવાય પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube