કોરોનાની કળ ભૂલાવી ગુજરાતીઓ ફરવા વિદેશ પ્રવાસે ઉપડ્યા, જાણો સૌથી વધુ કયા દેશ છે હોટફેવરિટ
ઉનાળાની વેકેશનની શરૂઆત થાય તે પહેલાં ફેબ્રુઆરી માર્ચથી જ ગુજરાતી લોકો વેકશનના પ્લાન કરવા લાગે છે. ગુજરાતી સમુદાય માટે વેકેશનમાં અમેરીકા, યુરોપ, કેનેડા, જેવા દેશનો પ્રવાસ લોકપ્રિય છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતીઓની ઓળખ વિશ્વ ગુજરાતી તરીકેની છે. જે આ વર્ષના વેકેશનમાં ફરી એક વાર સાર્થક થઇ રહી છે, કેમકે છેલ્લા ત્રણ વર્ષથી કોવિડના કારણે રસીનું ફરજીયાત સર્ટીફિકેટ અને કોવિડના નિયંત્રણ હતા જે આ વર્ષ ઓછા થતાં ગુજરાતીઓ વિદેશ પ્રવાસે ઉપડ્યા છે. એપ્રિલથી જુન સુધી સવા લાખ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે છે. હાલ અમેરીકા તરફથી બી1 બી2 વિઝાની ડેટ ન મળતા અને યુરોપના ઘણા દેશોએ વિઝા ન આપતાં આ સંખ્યા સવા લાખ સુધી મર્યાદિત રહી છે.
ગરમીએ વધુ પાંચનો ભોગ લીધો! બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં મોટી દુર્ઘટના, પરિવારમાં શોક
ઉનાળાની વેકેશનની શરૂઆત થાય તે પહેલાં ફેબ્રુઆરી માર્ચથી જ ગુજરાતી લોકો વેકશનના પ્લાન કરવા લાગે છે. ગુજરાતી સમુદાય માટે વેકેશનમાં અમેરીકા, યુરોપ, કેનેડા, જેવા દેશનો પ્રવાસ લોકપ્રિય છે. આ સિવાય એશિયાના દેશોમાં થાઇલેન્ડ, સિંગાપોર, દુબઇ, મોલદિવ, વિયેતનામ, કંબોડીયા, મોરેશિયસ, મલેશિયા ગુજરાતીઓની પહેલી પસંદગી રહી છે. ચાલુ વર્ષે વિદેશ પ્રવાસ વર્ષ 2019 એટલે કે લોકડાઉન પહેલાની સ્થિતિએ આવી ગયો છે.
'શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા'
ટ્રાવેલ્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન મનિશ શર્માના જણાવ્યા પ્રમાણે, ઉનાળાના વેકેશનની સીઝનમાં કાશ્મીર, દાર્જીલીગ, શિમલા અને મનાલી જેવા ઠંડા પ્રદેશમાં પર્યટકોની ભીડના કારણે હોટલ અને ફ્લાઇના ભાડા વધેલા હોય છે. કાશ્મીરની ફ્લાઇટના ભાડા 32 હજારથી 35000ની સામે અશિયાઇ દેશો થાઇલેન્ડ, સિંગાપોર, દુબઇ, મોલદિવ, વિયેતનામ, કંબોડીયા, મોરેશિયસ અને મલેશિયામાં અત્યારે ઓફ સીઝન હોવાથી ફ્લાઇટ તથા હોટલના દરની ફ્લાઇટ ટિકીટ 22થી 25 હજાર દર હોવાથી લોકો ડોમેસ્ટીકના સ્થાને વિદેશ પ્રવાસે જવાનું પસંદ કરે છે.
જો પ્રજાના કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ થશે કર્ણાટકવાળી!
ટુર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ અનુજ પાઠકના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ પહેલાં એટલે કે લોકડાઉન લાગુ પડ્યુ તે પહેલાંની સ્થિતિએ પ્રવાસન ઉદ્યોગ પહોચ્યો છે. વર્ષ 2019ની સરખાણીએ ફ્લાઇટના ભાડામાં 20 થી 25 ટકાનો વધારો થયો ડોલરના ભાવ વધતાં વિદેશમાં ફુડ હોટેલ અને ટ્રાન્સપોર્ટેશન પણ માંઘુ બન્યુ જેના કારણે આંતરાષ્ટ્રીય ટ્રાવેલ પેક 30 ટકા મોંઘું બન્યુ તેમ છતાં ગુજરાતીઓની પહેલી પસંદ વિદેશ પ્રવાસ રહી.