ગરમીએ વધુ પાંચનો ભોગ લીધો! બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં મોટી દુર્ઘટના, પરિવારમાં શોકનો માહોલ

બોટાદના કુષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે પાંચ જેટલા યુવાનો ગયો હતો, પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય યુવાનો કોઈકારણોસર ડૂબી જતા તેમના કરૂણ મોત નિપજ્યા છે.

ગરમીએ વધુ પાંચનો ભોગ લીધો! બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં મોટી દુર્ઘટના, પરિવારમાં શોકનો માહોલ

ઝી બ્યુરો/બોટાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ટાઢક મેળવવા માટે અનેક જગ્યાએ જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ક્યારેક ક્યારેક આ જગ્યાઓ તેમની જિંદગીમાં અંતિમ સ્થાન બની જાય છે. હાલ આવો જ એક કિસ્સો બોટાદમાં નોંધાયો છે. બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 5 નવજવાન યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદના કુષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે પાંચ જેટલા યુવાનો ગયો હતો, પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય યુવાનો કોઈકારણોસર ડૂબી જતા તેમના કરૂણ મોત નિપજ્યા છે. પાંચેય તરુણ અને યુવાનો  કુષ્ણ સાગર તળાવમાં ન્હાવા ગયા હતા અને ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. હાલ એસપી સહિતનો પોલીસ કાફલો બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનામાં ભોગ બનનાર તમામ તરૂણ અને યુવાનો બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચીને તળાવમાંથી તેમના મૃતદેહો શોધવાની કામગીરી આરંભી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news