લો બોલો! બિલ પાસ ના થતાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાત, સુસાઇડ નોટ સ્ટેટ્સમાં વહેતી મૂકી, પછી....
ભાવનગર રેલવેમાં કોન્ટ્રાકટ ધરાવતા રામદેવ એન્ટરપ્રાઇઝમાંથી પોતાની પહેલા ઇક્કો અને હાલમાં બોલેરો કાર એમ્બ્યુલન્સ માસિક ફિક્સ 35000 રૂ.ના ભાડે મૂકી હતી.
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર રેલવે વર્કશોપમાં કોન્ટ્રાકટ બેઇઝ પર પોતાની ઇકો એમ્બ્યુલન્સ કાર મૂકી ગુજરાન ચલાવતા તુલસીરામ ડાંગીયા નામના વ્યક્તિએ દોઢ વર્ષથી કોન્ટ્રાકટ અંગેના બીલો પાસ ન કરવામાં આવતા અને ભારે આર્થિક સંકટમાં ફસાઈ જતા આજે રેલવે વર્કશોપના એડમીન વિભાગની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ધોરાજીમાં આભ ફાટ્યું; 10 ઈંચ વરસાદથી હાહાકાર, ઘરોમાં, દુકાનોમાં અને વાહનોમાં પાણી
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા મીરાનગર, પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા તુલસીરામ શ્યામજીભાઈ ડાંગીયા કે જેઓ ભાવનગર રેલવેમાં કોન્ટ્રાકટ ધરાવતા રામદેવ એન્ટરપ્રાઇઝમાંથી પોતાની પહેલા ઇક્કો અને હાલમાં બોલેરો કાર એમ્બ્યુલન્સ માસિક ફિક્સ 35000 રૂ.ના ભાડે મૂકી હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તુલસીરામ રેલવે વિભાગમાં પોતાના કરાર મુજબ રૂ.ની માંગ કરતા હતા.
અંબાલાલ પટેલની ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી,આ જિલ્લાઓ પર છે મોટું સંકટ
જ્યારે આ વિભાગ દ્વારા આજદિન સુધી એકપણ રૂ.આ સમયગાળામાં આપવામાં ન આવતા તુલસીરામ ભારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. જેમાં તેમણે પોતાનું ગુજરાન ચલાવવા વ્યાજે પણ રૂ.લીધા હોય જે પણ સતત રૂ.ની માંગ કરતા હોય ત્યારે આજે તુલસીરામ રેલવે વર્કશોપમાં એડમીન વિભાગમાં બીલ માટે ગયા હતા. જ્યાં હજુ તેને કોઈ બિલ પેટે રકમ ન આપવામાં આવતા તેમણે કંટાળી જઇ આપઘાત કરવાનો નિર્ણય કરી એક સુસાઇડ નોટ લખી તેના વોટ્સએપના સ્ટેટ્સમાં વહેતી મૂકી રેલવે વર્કશોપના એડમીન બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ સહિત ગુજરાતના 151 તાલુકામાં ધોધમાર વરસાદ; 6 લોકોનાં મોત
તેમણે મુકેલ સુસાઇડ નોટનું સ્ટેટ્સ તેમના પરિજનોએ વાંચતા તેમને કોલ કર્યો હતો. પરંતુ એકપણ ફોન ઉપડ્યો ન હતો. આખરે જ્યારે અન્ય વ્યક્તિએ ફોન ઉપાડયો ત્યારે તેમણે આપઘાત કરી લીધો હતો. જેમાં તેમણે રેલવે કરારના બાકી રૂપિયા તેમજ પત્ની તરીકે રહેતી ભગવતી નામની મહિલાનો પણ ઉલ્લેખ કરી આ કૃત્ય માટે જવાબદાર ગણાવી તેમના પિતા અને બાળકોની માફી માંગી હતી.
2024માં ફરી આવશે NDA સરકાર, વોટશેર હશે 50 ટકાને પાર, પીએમ મોદીનો હુંકાર
આ બનાવના પગલે રેલવે પોલીસ દ્વારા તેમની બોડીને સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યારે હવે તેનું પીએમ હાથ ધરવામાં આવશે ત્યારે પરિજનો દ્વારા રેલવેના જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશને નહિ સ્વીકારે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેટરકાંડ, ભાજપનાં કોર્પોરેટર હાર્દિક ગોહિલને કેમ આટલો રસ?