પ્રશાંત ઢીવરે/સુરત: હાલમાં વધતા રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન રાત્રિના સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની એક અલગથી ટીમ ઊભી કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ને ગરબા રમતા હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત! આ બે તારીખે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો કરશે


હાલમાં સતત વધી રહેલા હાર્ટએટેકના કેસો વચ્ચે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિ દરમિયાન પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં ગરબે રમતા રમતા યુવાનો ઢળી પડ્યા છે અથવા તો હાર્ટ એટેક આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં નવરાત્રિ દરમિયાન કોઈપણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 


ભારત પાકિસ્તાન મેચ જોવા જતા પહેલાં તમારી ટીકીટ અસલી છે કે નકલી? આ રીતે ચકાસી લેજો


જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં એક અલગથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે રાત્રિ દરમિયાન અને સિવિલ હોસ્પિટલમાં તૈનાત રહેશે. તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સીની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. જેમાં ઇસીજી મશીન સહિત તમામ મશીનરીઓ ચલાવી દર્દીને બચાવી શકાય તે માટેની તમામ ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફને પણ આપી દેવામાં આવી છે. 


મળો આ ગુરુજીને! 10 કે 20 ગ્રામ નહીં, પહેરે છે સવા કિલોની જનોઈ, કમર પર પિસ્તોલ રાખી..


આમ સુરત શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબે રમતા રમતા કોઈપણ ને હાર્ટ એટેક આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તંત્ર સજાગ બની અને આગોતરું આયોજન કરી દીધું છે.


હવે થાય છે હદ! મેચની ટિકિટને લઇને બે મિત્રોનું અપહરણ, 5 લાખ માગી 24 હજાર પડાવ્યા