ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જુગારની કુટેવ ધરાવનાર વ્યક્તિને જુગારની કુટેવ હત્યાનો ગુનો કરવા માટે મજબૂર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પૈસા પરત ન કરવા પડે તે માટે લોન આપનારા વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કર્યા બાદ ફિંગર પ્રિન્ટ ન મળે તે માટે આરોપીઓ દ્વારા લાશને સળગાવી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસથી બચવા માટે આરોપીઓએ અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં આખરે ત્રણ જેટલા આરોપીઓ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સુરતમાં કંઈક મોટું થવાનું હતું? યુવકો બેગ મૂકીને ભાગ્યા, મળ્યું કંઈક એવું કે...


રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્ક પાસેથી બુધવારના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં હત્યા કરાયેલી તેમજ અર્ધ સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ થતાં રાજકોટ શહેરની આજીડેમ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસ માટે મૃતક કોણ છે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ પડી હતી. ત્યારે લાશને સળગાવવા માટે કોઈ જ્વલન્સીલ પદાર્થની ખરીદી કરવામાં આવી જ હશે તેવું માનીને પોલીસે આજુબાજુના પેટ્રોલ પંપ ખાતે પૂછપરછ શરૂ કરી હતી. 


એન્ટીલિયા કરતા પણ મોંઘુ છે આ ક્રિકેટરનું ઘર, ધોની-કોહલી મળીને પણ બરાબરી ન કરી શકે


દરમિયાન પોલીસને એક પેટ્રોલ પંપ ખાતેથી બોટલમાં પેટ્રોલ ખરીદ કરવામાં આવ્યું હોવાની હકીકત મળી હતી. ત્યારે પેટ્રોલની ખરીદી કોને કરી હતી તે સહિતની બાબત અંગે પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક બાદ એક કુલ ત્રણ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછમા તેઓએ પોતાનું નામ શામળ ઉર્ફ વિરમ ભરવાડ, મેહુલ ઉર્ફે હકો ભરવાડ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પણ ઝડપાયો છે.


ટીમ ઈન્ડિયાની નબળી કડી બની બેઠો આ ધૂરંધર ગુજ્જુ ખેલાડી, ટી20 વર્લ્ડ કપમાં સતત ફ્લોપ


પોલીસની પૂછપરછમાં આરોપીઓએ મૃતકની ઓળખ અંગે જણાવતા કહ્યું હતું કે તેનું નામ વિપુલ કયાાળા છે. જે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી ભગીરથ સોસાયટીમાં રહે છે. પોલીસની પૂછપરછ માં આરોપીઓએ જણાવ્યું છે કે શામળ ઉર્ફે વિરમ ભરવાડને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જુગાર રમવાની ટેવ હતી. જે જુગારની ટેવના કારણે તેઓ લાખો રૂપિયા હારી ગયા હતા. જેથી પૈસાની જરૂર પડતા આશરે બે વર્ષ પૂર્વેથી શામળ ઉર્ફે વિરમ ભરવાડે પોતાના મોટાભાઈના મિત્ર વિપુલ કયાડા પાસેથી કટકે કટકે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. જે અંતર્ગત તે માસિક બે ટકા જેટલું વ્યાજ પણ ચૂકવતો હતો. 


પગમાં આવું જોવા મળે તો ચેતી જજો...જાણો ડાયાબિટીસના આ 5 સંકેત વિશે


અંદાજિત 8 લાખ રૂપિયા જેટલી રકમ શામળ ઉર્ફે વિરમે વિપુલ પાસેથી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિપુલ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ વિપુલ પૈસાની ઉઘરાણી કરવા માટે શામળ ઉર્ફ વિરમના ઘરે પણ જતો હતો. ત્યારે પૈસા પરત ન આપવા પડે તે માટે શામળ ઉર્ફ વિરમે મેહુલ ઉર્ફે હકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને વાતચીત કરી હતી. તેમજ વિપુલ પૈસા લેવા આવે ત્યારે તેની હત્યા કરી નાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. 


શનિની ત્રીજી દ્રષ્ટિ મચાવશે કોહરામ! કુલ 5 રાશિઓને આપવામાં આવી છે સતર્ક રહેવાની તારીખ


દરમિયાન વિપુલ સ્વાતિ સોસાયટી પાસે પૈસા લેવા આવતા શ્યામળ ઉર્ફ વિરમ ભરવાડ તેના બંને હાથ પકડી લીધા હતા. તો સાથે જ અન્ય આરોપીઓ મેહુલ તેમજ બાળકિશોર દ્વારા વિપુલને પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્યામળ ઉર્ફે વિરમ દ્વારા રિક્ષાના લીવરના વાયર દ્વારા વિપુલને ગળાટુપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. તો સાથે જ તેને માથાના ભાગે બોથડ પદાર્થ પણ મારવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના ફિંગર પ્રિન્ટ્સ ન મળે તે માટે આરોપીઓએ લાશને સળગાવી નાખી હતી. જેના માટે મોટરસાયકલ માંથી પેટ્રોલ કાઢીને લાશને સળગાવી નાખી હતી. 


માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા સગીરાને ભારે પડી, આ રીતે દુષ્કર્મનો ભોગ


કહેવાય છે કે આરોપીઓ ગમે તેટલા શાતીર હોય પોલીસથી બચવા માટે તેમણે ગમે તેટલા પ્લાન બનાવ્યા હોય. પરંતુ માત્ર એક ભૂલ આરોપીઓની તેમને જેલવાસ કરાવી શકે છે. આમ, લાશ સળગાવવા માટે જે પેટ્રોલની ખરીદી બોટલમાં કરવામાં આવી હતી એ જ આરોપીઓ સુધી પહોંચવાનો રસ્તો બની ગયો.