Photos: મુકેશ અંબાણીના 'એન્ટીલિયા' કરતા પણ મોંઘુ છે આ ભારતીય ક્રિકેટરનું ઘર? ધોની-કોહલી ભેગા થઈને પણ બરાબરી ન કરી શકે

Samarjitsinh Gaekwad Palace In Vadodara: ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જેવા ખેલાડીઓની નેટવર્થ અબજોમાં છે. જો કે એક ખેલાડી એવા પણ છે જેઓ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તો નથી રમ્યા પરંતુ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા કરતા પણ મોંઘા ઘરમાં રહે છે. 

1/6
image

ભારતમાં લોકપ્રિય ખેલની વાત કરીએ તો ક્રિકેટ સૌથી ઉપર આવે. આ  ખેલમાં લોકપ્રિયતા મેળવવાનો અર્થ છે પૈસાનો વરસાદ. આઈપીએલ આવ્યા બાદ ખેલાડીઓની કમાણી કરોડોમાં છે. આવામાં આ ખેલના સુપરસ્ટારની કમાણીનો તમે અંદાજ લગાવી શકો. પરંતુ ગુજરાતમાં વસતા આ પૂર્વ ખેલાડીની તોલે કોઈ ન આવે. તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.  

એન્ટીલિયાથી પણ મોંઘુ ઘર?

2/6
image

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જેવા ખેલાડીઓની નેટવર્થ અબજોમાં છે. જો કે એક ખેલાડી એવા પણ છે જેઓ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તો નથી રમ્યા પરંતુ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા કરતા પણ મોંઘા ઘરમાં રહે છે.   

કોહલી-ધોની ખુબ પાછળ

3/6
image

વિરાટ કોહલી, સચિન તેંડુલકર, એમએસ ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની કુલ નેટવર્થ પણ આ ખેલાડીના ઘરની આગળ કશું જ નથી. આ ખેલાડીનું નામ છે વડોદરાના મહારાજા સિમરજીત સિંહ ગાયકવાડ. એક રાજા, રાજનેતા હોવાની સાથે સાથે તેઓ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.   

બરોડા માટે રણજી ટ્રોફી રમી

4/6
image

સિમરજીત સિંહ ગાયકવાડનો જન્મ 1967માં થયો હતો. શાળાના સમયથી જ તેઓ ક્રિકેટ રમતા હતા. તેમણે રણજી ટ્રોફીમાં બરોડાની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમણે 1987-88 અને 1988-89માં છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી. તેમણે છ મેચોમાં 17ની સરેરાશથી 119 રન પણ કર્યા. તેમાં એક અડધી સદી પણ સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 65 રહ્યો. ત્યારબાદ તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવી ગયા. તેઓ લાંબા સમય સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા. તેઓ 2015માં મોતીબાગમાં પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવવા લાગ્યા.   

તેમના મહેલની કિંમત

5/6
image

વર્ષ 2012માં પિતાના મૃત્યુ બાદ વારસાગત સંપત્તિને લઈને કાકા સાથે લાંબો વિવાદ પણ ચાલ્યો. આખરે સિમરજીત સિંહને લગભગ 20,000 કરોડની કિંમતવાળો લક્ષ્મી વિલાસ પેલેસ મળ્યો. આ મહેલ રહેણાંક મકાનની રીતે ભારતની સૌથી મોંઘી પ્રોપર્ટી ગણાય છે. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા પણ આ મામલે સિમરજીત સિંહના મહેલ કરતા ક્યાંય પાછળ છે. કારણ કે એન્ટીલિયાની અંદાજિત કિંમત 15 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.   

500 એકરમાં ફેલાયેલો છે મહેલ

6/6
image

અત્રે જણાવવાનું કે લક્ષ્મી વિલાસ પેલેસ 1890માં બન્યો હતો. આ ઘર બકિંઘમ પેલેસથી ચાર ગણું મોટું છે. તે 500 એકર જમીનમાં ફેલાયેલું છે. આ ઘરમાં મોદી બાગ પેલેસ અને મહારાજા ફતેહસિંહ મ્યૂઝિયમ પણ છે. આ ઘરમાં નાના મોટા થઈને 170 રૂમ છે. ઘરનું ગ્રાઉન્ડ ફ્લોર અહીં ફરવા આવતા લોકો માટે ખુલ્લું મૂકાયેલું છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)