રાજકોટ : મોરબીમાં રોડ પર ચાલીને મસ્જિદે જતા માતા-પુત્રી અને અન્ય એક મહિલાને વિચિત્ર અકસ્માત નડ્યો હતો. ચાલીને જઇ રહેલી ત્રણ મહિલાઓ પર મકાનની બાલ્કની તુટતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકી અને મહિલાને ઇજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સિગરેટ રસીકો માટે ખરાબ સમાચાર, કમિશ્નરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રપરા 16 માં રહેતા જિજ્ઞાષા બેન હજીમઅલી જીવાણી (ઉ.વ 45) અને તેમની પુત્રી રૂક્સાનાબેન હજીમઅલી જીવાણી (ઉ.વ 15) તથા તેમના પાડોશી નીલમબેન અનીશભાઇ જીવાણી (ઉ.વ 28) ચાલીને મસ્જિદે જતા હતા. દરમિયાન મહેન્દ્રપરા 20 માં વિનાયક ટેઇલર નજીક આવેલા મકાનની પારપેટ તુટી નીચે પડતા ત્રણેય મહિલાઓ અહીં દટાઇ ગઇ હતી. જો કે સદ્નસીબે એક તરૂણી અને મહિલાનો જીવ બચી ગયો હતો. 


દ્વારકામાં રાહુલ ગાંધીએ 130 રૂપિયાની કાઠિયાવાડી થાળી ખાધી, આ શાક સૌથી વધારે પસંદ આવ્યું


બાલ્કની નીચે ચાલીને જઇ રહેલા ત્રણ મહિલાઓ પર પડી હતી. જેના પગલે જિજ્ઞાષાબેન હાજીમઅલી જીવાણીનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રી રૂક્સાબેન તથા પાડોશી મહિલા નિલમબેનને ઇજાઓ પહોંચી હતી. જ્યારે આજ સમયે પસાર થઇ રહેલ રિક્ષા જ્યારે ગેલેરી પડી તે એક સેકન્ડના વેળાથી બચી ગઇ હતી. હાલ તો સ્થાનિક લોકોમાં આ રોષ જોવા મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube