ભરત ચુડાસમા/ભરૂચ: રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. ભરૂચના ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્ર પર એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્ર પર સાપ નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. આથી લગભગ પાંચેક મિનિટ સુધી મતગણતરી બંધ રાખવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્રમાં સાપ નીકળતા અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો. જેના કારણે મત ગણતરી પ્રક્રિયા 5 મિનિટ થોભાંવી પડી હતી. ત્યારબાદ સાપને પકડી સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો હતો.


નર્મદાના ચિત્રાવાડીમાં ઉમેદવાર હારતાં પત્નીને લાગ્યો આઘાત, એક મિનિટમાં હસવામાંથી ખસવું થવું


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 8686 ગ્રામ પંચાયતમાં રવિવારે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. રાજ્યમાં સરેરાશ 73.75 ટકા મતદાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઇ રહ્યાં છે. ત્યારે હવે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. બીજી તરફ સવારથી મત ગણતરી કેન્દ્ર પર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 8686 સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે. જ્યારે ગ્રામ પંચાયતના 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થશે.


ઝોન મુજબ જોઇએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું હતું. હવે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે. બેલેટ પેપરથી મતદાન થયું હોવાંથી પરિણામો થોડા મોડા આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube