અતુલ તિવારી, અમદાવાદઃ દેશમાં એવા ઘણા લોકો છે જેને સાંભળવામાં સમસ્યા છે. આ લોકો સારી રીતે સાંભળી શકાય તે માટે મશીનનો ઉપયોગ કરતા હોય છે. 
સાંભળી ન શકતા અથવા સાંભળવામાં સમસ્યા અનુભવતા લોકો માટે ખાસ સમાચાર આવ્યા છે.  સરળતાથી વ્યક્તિ સાંભળી શકે એ માટે We hear નામનું નોન સર્જિકલ ડિવાઈસ બનાવાયું છે. એક વ્યક્તિ જે સાંભળવામાં સમસ્યા અનુભવતું હોય છે, તે સાંભળી શકે એના માટે લાખોનો ખર્ચ કરી ઓપરેશન કરાવતા હોય છે. We Hear નામનું આ ડિવાઈસ વ્યક્તિને લાખોના ખર્ચથી બચાવી સામન્ય વ્યક્તિ સાંભળી શકે તેવી સ્થિતિમાં લાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને થશે ઉપયોગી
We Hear નામનું આ ડિવાઈસ હેડ સેટ રૂપે માથાના ભાગમાં પહેરવાનું હોય છે અને તેની સાથે હેન્ડ બેન્ડ જે હાથમાં પહેરવાનું હોય છે. હેડ સેટ અને હેન્ડ બેન્ડ બ્લ્યુટુથના માધ્યમથી કનેક્ટ થાય છે. કાન ન હોય, કાનનો પડદા ન હોય અથવા 100 ટકા ન સાંભળી શકતી વ્યક્તિ પણ We Hear ડિવાઈસથી સાંભળી શકે છે. કાનના હાડકા સાથે હેડ સેટનો સંપર્ક થાય છે અને સાંભળી શકવામાં મદદ મળે એવું ડિવાઈસ બનાવાયું છે. 40 મિનિટમાં એકવાર ચાર્જ થયા બાદ ડિવાઈસ 8 કલાક સુધી કામ કરે છે.


આ પણ વાંચો- સટ્ટાકિંગ રાકેશ રાજદેવની મુશ્કેલી વધશે, તપાસમાં સામેલ થઈ શકે છે ED અને IT


મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ
સંપૂર્ણ મેઈડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ એવું આ ડિવાઈસ અનેક લોકોને સાંભળવામાં મદદ કરી રહ્યું છે. હેન્ડ સેટ વાપરનાર તેની 360 ડિગ્રીમાં 10 ફૂટના થતી તમામ વાતચીત સાંભળી શકે છે. હેન્ડ બેન્ડમાં બે માઈક મૂકવામાં આવ્યા છે, જે આસપાસની વાતચીત રીસિવ કરી હેડ સેટ સુધી પહોંચાડે છે. We Hear નામનું આ ડિવાઈસની કિંમત 25 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.


બાળક યુવા અને વૃદ્ધો જેમને સાંભળવામાં તકલીફ હોય અથવા સાંભળી ન શકતા હોય તેઓ આ ડિવાઇસનો ઉપયોગ કરીને સામાન્ય લોકોની જેમ સાંભળતા થાય છે. આ ડિવાઈસની ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવે છે, સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. દેશમાં કોઈપણ જગ્યાએ આ બેન્ડ લઈને જાવ અને સમસ્યા થાય તો વોરંટી સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો- તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે, પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જે કર્યો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube