જામનગર માં કોરોના વાયરસ નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, લેબોરેટરી સાથે વાઇરસ ફ્રી !
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે, ત્યારે જામનગરમાં પણ કોરોનાના વાયરસે દસ્તક દીધી હોવાનો ભય ફેલાયો છે. પ્રથમ કોરોના શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. જામનગર ખાતે રહેતા અને વિદેશથી પરત ફરેલા ૨૫ વર્ષીય યુવાન ને શંકાસ્પદ કોરોના વાયરસનાં લક્ષણો જણાતા તેના બ્લડ સેમ્પલ ટેસ્ટીન્ગ માટે મોકલી આપવામાં આવેલ છે. યુવાનનું શીપમાં નોકરી કરતો હોય સાઉથ કોરિયા અને જાપાન થી પરત ફર્યો હતો.
મુસ્તાક દલ/જામનગર : સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે, ત્યારે જામનગરમાં પણ કોરોનાના વાયરસે દસ્તક દીધી હોવાનો ભય ફેલાયો છે. પ્રથમ કોરોના શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. જામનગર ખાતે રહેતા અને વિદેશથી પરત ફરેલા ૨૫ વર્ષીય યુવાન ને શંકાસ્પદ કોરોના વાયરસનાં લક્ષણો જણાતા તેના બ્લડ સેમ્પલ ટેસ્ટીન્ગ માટે મોકલી આપવામાં આવેલ છે. યુવાનનું શીપમાં નોકરી કરતો હોય સાઉથ કોરિયા અને જાપાન થી પરત ફર્યો હતો.
કોરોનાના ભય વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની તમામ હોટલો માટે લીધો મહત્વનો નિર્ણય
જામનગર ખાતે આજે બપોર બાદ એક શંકાસ્પદ કેસ જણાતા હાલ તે વ્યક્તિની તપાસ ચાલુ છે. શંકાસ્પદ ૨૫ વર્ષના યુવાન શીપમાં નોકરી કરતો હોય સાઉથ કોરિયા અને જાપાનથી પરત ફર્યો હતો. મુંબઇ એરપોર્ટ ખાતે જ તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારે યુવાનને શરદી અને ઉધરસના લક્ષણો જણાયા હતા. જામનગર પરત ફરતા યુવાનના બ્લડ સેમ્પલ ટેસ્ટીગ માટે મોકલી આપવામાં આવેલ છે.
પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...
કલેકટર રવિશંકરે આજરોજ કોરોના વાયરસની સંભવત પરિસ્થિતિ માટે લોકોને મેડિકલ માર્ગદર્શન મળી રહે તે માટે ૫ મોબાઈલ નંબર જાહેર કર્યા હતા. આ પાંચ ડોક્ટરોના નંબર ૬૩૫૨૬૯૧૯૩૧, ૬૩૫૨૬૯૧૯૩૨, ૬૩૫૨૬૯૧૯૩૩, ૬૩૫૨૬૯૧૯૩૪, ૬૩૫૨૬૯૧૯૩૫ મોબાઇલ નંબરો છે. આ પાંચ માંથી કોઇપણ નંબર પર સંપર્ક કરી જે તે વ્યક્તિ કોરોના અંગે પોતાના સ્વાસ્થ્યને લગતી કોઇ શંકા હોય તો તે બાબતે માર્ગદર્શન મેળવી શકશે. આ નંબર પર વોટસએપ કોલ પણ કરી શકાશે.
રાજ્યમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉપયોગને લઈને ખાસ સરકારી સૂચના જાહેર કરાઈ
કોરોના અંગે કલેકટરે અપીલ કરી હતી કે, લોકો ગભરાઇ નહીં પરંતુ સાથે જ જો કોઈ વ્યક્તિએ છેલ્લા માસમાં ભારત બહાર પ્રવાસ કરેલ હોય અથવા તો કોઈ વિદેશી પ્રવાસી સાથે સંપર્ક થયેલ હોય અને તાવ, શરદી, ઉધરસ,ગળાનો દુખાવો વગેરે કોઈ સંકેતો જોવા મળે તો તુરંત જ આ પાંચ નંબરમાંથી કોઇપણ એક પર ફોન કરી જાણ કરી યોગ્ય માર્ગદર્શન મેળવશો. સાથે જ કલેક્ટરે ઉમેર્યું હતું કે, પોતાની પરિસ્થિતિ અંગે જરા પણ શંકા જણાતા વ્યક્તિ પોતે જ પોતાના રૂમ કે ઘરમાં ક્વોરન્ટાઇન થઈ રોગને વધુ ફેલાતા અટકાવવા માટે સહકાર આપે તેવી અપેક્ષા છે.
કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ
આ રોગ ૧૪ દિવસની અંદર શરીરમાં કોઇ ને કોઇ રીતે સંકેત આપી દે છે. તેથી આ સંકેતોને નજર અંદાજ ન કરીને તુરંત જ મેડિકલ માર્ગદર્શન મેળવવું. વળી વધુ લોકોના ભેગા થવાના સ્થળો પર આ ચેપ લાગવાની વધુ સંભાવના રહી છે, તેથી કલેકટરે અનુરોધ કર્યો હતો કે લોકો કોઈપણ સ્થળે વધુ ભેગા ના થાય અને સ્વચ્છતાલક્ષી ધ્યાન આપી પોતે અને પરિવારને તેમજ સમાજને સુરક્ષિત રાખવામાં મદદ કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube