રાજ્યમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉપયોગને લઈને ખાસ સરકારી સૂચના જાહેર કરાઈ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) પ્રવેશી ચૂક્યો છે. એરપોર્ટ પર બહારથી આવતા દરેક મુસાફર પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. તો સાથે જ અન્ય લોકોને કોરોના વાયરસથી સતર્ક રહેવામાં કહી દેવામાં આવ્યું છે. આ સાથે જ માર્કેટમાં હેન્ડી સેનીટાઈઝર (hand sanitizer) નો ઉપયોગ વધી ગયો છે. ત્યારે સંભવિત કોરોના વાઇરસ સામે નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક-હેન્ડ સેનીટાઇઝર ઉપલબ્ધ કરાવવા ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. સાથે જ સ્વસ્થ નાગરિકોને માસ્કનો બિન જરૂરી ઉપયોગ ટાળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. તેમજ કોરોના વાયરસ સંબંધિત માહિતી માટે 104 ફિવર હેલ્પ લાઇન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં સંભવિત કોરોના વાયરસ સામે ઇન્ફેક્શનની અગમચેતી તરીકે નાગરિકોમાં માસ્ક અને હેન્ડ સેનીટાઇઝરની વ્યાપક માંગ ઉભી થઇ છે. આ બનાવટો મુખ્યત્વે દવાની દુકાનો દ્વારા ઉપલબ્ધ થતી હોય છે. તેથી આ અંગે કેમીસ્ટ મિત્રોને તેનું વ્યાજબી ભાવે વધુ નફાખોરી નહિ કરીને ગ્રાહકોને સરળતાથી મળી રહે અને આવી કપરી પરિસ્થિતીમાં માનવતાના ભાગરૂપે તેમજ સમાજને મદદરૂપ થવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
CBI v/s CBI : મોદીના માનીતા રાકેશ અસ્થાનાને લાંચ કેસમાં મળી ક્લીનચીટ
માર્કેટમાં બિનજરૂરી અછત ઉભી ન થાય તેની સૂચના આપી
આ ઉપરાંત વધુમાં જણાવાયું છે કે, આ માસ્કનો ઉપયોગ જે વ્યક્તિઓને ઇન્ફેક્શન થયેલ છે તે અન્ય જગ્યાએ ફેલાય કે પ્રસરે નહી તથા તેની સારવાર સાથે જોડાયેલા નજીકના તેની સારસંભાળ રાખતા વ્યક્તિને અગમચેતીના ભાગરૂપે ઉપયોગમાં લેવો જરૂરી છે. જ્યારે સ્વસ્થ નાગરિકોએ તેનો બિનજરૂરી ઉપયોગ ન કરવા અને સંગ્રહના કારણે બજારમાં તેની ખોટી અછત ન સર્જાય તે હેતુથી તેમાં સાથ સહકાર આપવા અપીલ કરાઇ છે.
રામપુરનો ખજાના અને અજાયબી જેવા તાળા કરતા પણ વધુ રોમાંચક માહિતી આવી સામે
104 હેલ્પલાઈન પર નફાખોરી કે ગેરરીતિની માહિતી પણ મળશે
રાજ્યની 104 ફિવર હેલ્પલાઇન નંબર દ્વારા કોરોના વાયરસ અને તેને લગતી માહિતી ઉપલબ્ધ થઇ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ નફાખોરી કે ગેરરિતી અંગેની કોઇપણ માહિતીની જાણ 104 ફિવર હેલ્પલાઇન નંબર ઉપર કરી શકાશે તેમ પણ વધુમાં જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે