નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!
પોલીસે 31,100 રૂપિયાની કિંમતનું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ, 2.16 લાખ રોકડા રૂપિયા, એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને બે મોબાઈલ ફોન તેમજ 12 લાખની કિમંતની ફોરવ્હીલ કાર મળી કુલ 15,17,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઝી બ્યુરો/સુરત: ખટોદરા પોલીસની ટીમે ફોરવ્હીલ કારમાંથી 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી 15.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપી ડ્રગ્સનું સેવન કરે છે જયારે બીજો સપ્લાયર છે.ડ્રગસ સેવન કરનાર આરોપી ગેસ એજન્સી ચલાવે છે. મહિનામાં બે થી ત્રણ વખત તે ડ્રગ્સ લેવા જતો હતો સપ્લાયર ડ્રગસ ઓછું આપે છે તેની શંકા હંમેશા તેને રહેતી હતી આ માટે સાથે તે ઇલેક્ટ્રોનિક વજન કાટો રાખતો હતો.
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 31,100 રૂપિયાની કિંમતનું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ, 2.16 લાખ રોકડા રૂપિયા, એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને બે મોબાઈલ ફોન તેમજ 12 લાખની કિમંતની ફોરવ્હીલ કાર મળી કુલ 15,17,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે રાંદેર ખાતે રહેતા વિશાલ પ્રકાશચંદ્ર શાહ તેમજ મોહમદ ફારુક ઈબ્રાહીમ ફ્રુટવાલા ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિવાળા બનશે અમીર
આ બનાવમાં પોલીસને બાતમી મળી હતી કે એક ફોરવ્હીલકારમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યો છે બાતમીના આધારે ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે સર્વિસ રોડ પર ફોરવ્હીલ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું અને 2.16 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા અને ઇલેક્ટ્રિક વજનકાંટો મળ્યો હતો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે ડ્રગ્સ વેચતો હોવાનો અને આ પૈસા તેના હોવાનો શક ગયો હતો. પોલીસે ગાડીમાંથી વિશાલ પ્રકાશચંદ્ર શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો.
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
પોલીસ તપાસમાં વિશાલ રાંદેરમાં રહે છે અને તે ગેસની એજન્સી ચલાવે છે જે પૈસા તેની પાસે હતા તે ગેસ એજન્સીના હતા. દરમ્યાન તેની પૂછપરછ કરતા તેની પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યું તે પોતે સેવન માટે ખરીદતો હતો અને ઘણી વખત તેને ઓછું ડ્રગ્સ આપતા હતા જેથી તે ઇલેક્ટ્રોનિક વજનકાંટો પોતાની સાથે જ રાખતો હતો તે 15 દિવસે મહીને ડ્રગ્સ લેવા જતો ત્યારે વજન કરીને ચેક કરતો હતો કે ડ્રગ્સ ઓછું તો નથી ને, તેની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ લાલગેટ ખાટકીવાડ પાસે રહેતા મોહમદ ફારુક ઈબ્રાહીમ ફ્રુટવાલા પાસેથી લેતો હતો અને રીસીવ કરવા તે ખટોદરા, વેસુ ઉમરા જેવા પોશ એરિયામાં ગાડી લઈને આવતો હતો અને અહીથી લઈને તે રાંદેર જતો રહેતો હતો.
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
હાલ મોહમદ ફારુક ઈબ્રાહીમ ફ્રુટવાલા અને વિશાલ પ્રકાશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે અને મોહમદ ફારુક ઈબ્રાહીમ ફ્રુટવાલાની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તે મુંબઈમાં નાઈઝેરીયન પાસેથી લાવતો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.