મુસ્તાક દલ/જામનગર: આજે ગણેશ ચતુર્થી છે અને ગણપતિ દાદાને અતિપ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું જામનગરમાં આજે આયોજન કરવામાં આવ્યું. જામનગરની જાણીતી સંસ્થા બ્રમ્હ સોશ્યલ ગૃપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વે યોજાતી ઓપન સૌરાષ્ટ્ર લાડું (મોદક) આરોગવાની સ્પધાનું સતત 15માં વર્ષે પણ જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો


આ ર્સ્પધા અંગે વધુ વિગતો આપતાં પ્રોજેકટ ચેરમેન વિજયભાઈ ત્રિવેદીએ જણાવેલ છે કે, લાડું એ ભારતીય ભોજન પ્રણાલીનું અભિન્ન અંગ છે. આજના ફાસ્ટ ફુડના યુગમાં લોકો ખાસ કરીને યુવા વર્ગ આવા શુધ્ધ અને આરોગ્યપ્રદ ભોજનથી વિમુખ થયા છે. ભારતીય ભોજન પ્રણાલી લોકો ફરી અપનાવે તેવી અપેક્ષા સાથે છેલ્લા 14 વર્ષથી બ્રમ્હ સોશ્યલ ગૃપ ગણેશ ચતુર્થીના રોજ ભગવાન ગણપતિને પ્રિય એવા લાડું (મોદક) આરોગવાની સ્પર્ધા યોજે છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉમળકાભેર ભાગ લે છે.


કૃદરતના પ્રકોપથી શાન ઠેકાણે! હરીયાળું ગુજરાત બનાવવા 17 કરોડ વૃક્ષોનો ટાર્ગેટ મૂકાયો!


સ્પર્ધામાં દર વર્ષની જેમ શુધ્ધ ઘીના ૧૦૦ ગ્રામના લાડું સાથે પોષ્ટીક ગરમાગરમ દાળ પીરસવામાં આવી હતી. આ વર્ષે પણ આ સ્પર્ધા ત્રણ વિભાગ (૧) મહિલા વિભાગ (૨) પુરૂષ વિભાગ અને (૩) બાળકોનો વિભાગમાં યોજાઈ હતી. જેમાં 33 ભાઈઓ તેમજ 10 બાળકો અને 6 મહિલાએ સૌરાષ્ટ્ર બરમાંથી ભાગ લીધો હતો.


રાશનકાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા, ફટાફટ 30 સપ્ટેમ્બર પહેલા કરી લેજો આ કામ 


સ્પર્ધામાં પુરુષોમાં જામનગરના કાનજીભાઈ મકવાણા જેને 12 લાડુ આરોગી તેમજ બહેનોમાં પદ્મિબેન ગજેરાએ 9 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો. દરેક વિભાગમાં વિજેતાઓને સંસ્થા તરફથી આકર્ષક ઈનામો તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.