કૃદરતના પ્રકોપથી શાન ઠેકાણે! હરીયાળું ગુજરાત બનાવવા 17 કરોડ વૃક્ષોનો ટાર્ગેટ મૂકાયો!
હરીયાળુ ગુજરાત બનાવવા માટે અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષોનો વાવેતર માટે લક્ષ્યાંક મૂકવામાં આવેલ છે. જેમાં સુરત જિલ્લામાં 75 લાખ વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે. .
Trending Photos
ઝી બ્યુરો/સુરત: આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સૌ પોતાના ઘર આંગણે મોહલ્લા કે પડતર જગ્યાઓમાં દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરે આ હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હરીયાળુ ગુજરાત બનાવવા માટે અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષોનો વાવેતર માટે લક્ષ્યાંક મૂકવામાં આવેલ છે. જેમાં સુરત જિલ્લામાં 75 લાખ વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે. .
લાખોની સંખ્યામાં વૃક્ષોનો વાવેતર કરવા માટે સુરત વન વિભાગ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ હેઠળ રાજ્યને હરિયાળું બનાવવા માટે લોકો યોગદાન કરે આ હેતુથી રાજ્યમાં કરોડની સંખ્યામાં વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે. જેમાં સુરત જિલ્લાએ મહત્વનો યોગદાન આપ્યુ છે. અત્યાર સુધીમાં સુરત રેન્જમાં 58.7 લાખ વૃક્ષોના વાવેતર કરી દેવામાં આવ્યા છે જ્યારે સપ્ટેમ્બર સુધી વન વિભાગ એ આશા રાખી છે કે 75 લાખ વૃક્ષોનો વાવેતર સુરત સહિત ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તારમાં કરી દેવામાં આવશે.
પર્યાવરણના જતન માટે દર વર્ષે સુરત શહેરમાં વન વિભાગ દ્વારા વર્ષે 40 લાખ અને મહાનગરપાલિકા દ્વારા દસ લાખ રોપાનું વિતરણ કરવામાં આવે છે.એક પેડ મા કે નામ મુહીમ હેઠળ ગુજરાતને 17 કરોડ વૃક્ષો વાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગુજરાતના સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 58.07 છોડ વાવી દેવામાં આવ્યા છે. અમે પ્રયત્ન કરી રહ્યા છે કે અમે સુરત રેન્જમાં 75 લાખ વૃક્ષો વાવીએ. આ માટે એનજીઓ અને સ્થાનિક લોકો સાથે ડિપાર્ટમેન્ટલ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
ગામના લોકો સરપંચ તમામને એકત્ર કરી મહત્તમ વૃક્ષારોપણ થાય આ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ માટે જેટલા પણ પ્લાન્ટ છે તે સરકારી નર્સરી ત્યાંથી લોકો નિશુલ્ક પ્લાન્ટ લઈને જઈ રહ્યા છે પોતપોતાના વિસ્તારમાં પોતાના ઘરની પાછળ, ખેતરમાં ઘરની આંગણમાં માતાના નામે એક પ્લાન્ટ લગાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે શહેરી વિસ્તારમાં જમીનની એક મર્યાદા હોવાના કારણે અમે ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં સૌથી વધુ પ્લાન્ટેશન થાય આ માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
પરંતુ સુરત શહેરમાં જે એનજીઓ છે લઈને પણ પ્લાન્ટેશન કરી રહ્યા છે. ટ્રાઇબલ વિસ્તારમાં જોઈન ફોરેસ્ટ મેન્ટ કમિટી દ્વારા લોકોને પણ કહેવામાં આવ્યું છે. પ્રયત્ન કરી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી આ ટાર્ગેટ મુકવામાં આવ્યો છે. જે પ્રાઇવેટ પ્રીમાઈસીસ છે ત્યાં જે લોકોએ છોડ વાવ્યા છે તે લોકો પોતે જતન કરશે અને જે પણ સરકારી અને જંગલ વિસ્તાર છે ત્યાં આ છોડને જતન કરવા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે