આ ગામે રક્ષાબંધને છે અનોખી પરંપરા: હળદોડ કરીને જાણવામાં આવે છે કેવું રહેશે આવતું વર્ષ?
જેતપુરના જેતલસર ગામમાં રક્ષાબંનધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં હળીયું દોડ એટલે કે હળદોડ થાય છે. ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેનું ભવિષ્ય જોવામાં આવે છે. જેતલસર ગામમાં સવારે રક્ષાબંધનના તહેવાર બાદ બપોર બાદ અહીં ગામ લોકોને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ એક વિધિ કરવામાં આવે છે. આ વિધિ ખુબજ ખાસ હોય છે.
નરેશ ભાલીયા/રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામ માં રક્ષાબંનધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં હળીયું દોડ એટલે કે હળ દોડ થાય છે અને ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેની ભવિષ્ય જોવામાં આવે છે.
તહેવારોમાં ડાકોરના ઠાકોર અને હનુમાનજી વિવાદમાં! હવે લાખો ભક્તોની દુભાઈ રહી છે લાગણી!
જેતલસર ગામમાં સવારે રક્ષાબંધનના તહેવાર બાદ બપોર બાદ અહીં ગામ લોકોને ભેગા કરવામાં આવે છે અને એક વિધિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ તો 4 ઘડા એટલે કે નાની માટલી લેવામાં આવે છે. જેને આપણા 4 મહિનાના નામ આપવા આવે છે. જેમાં જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો એમ નામ મુકવામાં આવે છે અને તેની સાથે 4 ભૂમિ પુત્રોને બોલાવી તેના હાથે તેને પાણીથી ભરવામાં આવે છે. આ ભરેલા ઘડાનું આ ભૂમિ પુત્રોના હાથે પૂજન કરવામાં આવે છે અને તેનું અમુક સમય બાદ તેની અંદર રહેલા પાણીનું નિરીક્ષણ કરીને આવતા વર્ષે વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે.
ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન મામલે મોટા સમાચાર, આ લોકોને નિ:શુલ્ક દર્શનનો મળશે લાભ
જે મુજબ આવતા વર્ષે ભાદરવામાં વરસાદ સારો રહેશે તેવું અનુમાન લગાવામાં આવ્યું હતું. આ વિધિમાં સાથે ખેતરમાં વપરાતા હળનું પૂજન કરવામાં આવે છે અને પછી જે ભૂમિ પુત્રોએ ઘડાનું પૂજન કરેલ હોય તેવોની એક હળી એટલે કે દોડ લગાવવામાં આવે છે અને વિજેતાને ભેટ આપવામાં આવે છે. સાથે ગ્રામજનોના મો મીઠાં કરવામાં આવે છે.
Gujarat Weather: આગામી સાત દિવસ વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે આપી દીધો જવાબ