Gujarat Weather: આગામી સાત દિવસ વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે આપી દીધો જવાબ

ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતોના પાક માટે મુશ્કેલી ઉભી થઈ છે. બીજીતરફ અલ-નીનોની અસરને કારણે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ખુબ ઓછો વરસાદ થયો છે. હવે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતી તબક્કામાં સારા વરસાદની સંભાવના ખુબ ઓછી છે. 

Gujarat Weather: આગામી સાત દિવસ વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે આપી દીધો જવાબ

અમદાવાદઃ જૂન-જુલાઈમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં ખુબ ઓછો વરસાદ પડતા રાજ્યના ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે. એક તરફ ખેતરમાં પાક ઊભો છે અને ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા છે. ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની ઘટ પડી છે. એક તરફ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યાં છે તો બીજીતરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ખુબ મહત્વની આગાહી કરી છે. 

શું છે હવામાન વિભાગની આગાહી?
રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે પરંતુ હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. એટલે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના ખુબ ઓછી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યુ કે આગામી 24 કલાકમાં માત્ર દક્ષિણ ભાગમાં હળવા વરસાદની સંભાવના છે. અલનીનોની અસરને કારણે ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થયો છે. પરંતુ હવે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની શક્યતા ઓછી લાગી રહી છે. 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે વરસાદ પડવાની શક્યતા ખુબ ઓછી છે તેમ કહેવામાં આવ્યું છે. તો આગામી 24 કલાકમાં ડાંગ, વલસાદ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં આગામી એક સપ્તાહ સુધી ઓછા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે પરંતુ વરસાદની શક્યતા નથી. 

રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય નહીં
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં વરસાદમાં હાલની સ્થિતિએ થોડો સુધારો થવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યાં છે. એટલે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં પણ 1-2 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાને કારણે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news