સ્ત્રી વેશમાં પોતાને માતાજી ગણાવતા યુવાને રાત્રે કર્યા તાયફા! પોલીસે આ રીતે સબક શીખવ્યો!
નવસારીના વિજલપોર વિસ્તારમાં રામનગર 2 માં રહેતા વતનસિંહ રાજપુત છેલ્લા થોડા વર્ષોથી સ્ત્રી વેશમાં ફરે છે અને પોતાને વિરલ માં તરીકે ઓળખાવે છે. વિરલ માં એ પોતાના ઘરને માતાનો મઢ બનાવ્યો છે.
ધવલ પરીખ/નવસારી: નવસારીના વિજલપોરમાં સ્ત્રી વેશમાં પોતાને માતાજી ગણાવી ફરતા વતનસિંહ ઉર્ફે વિરલમાંએ પોતાના જન્મ દિવસની ઉજવણીમાં બેખૌફ એરગનથી ભડાકા કરી તલવારથી કેક કાપી હતી. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે વિરલ માં અને તેના સાથી મિત્રની ધરપકડ કરી સબક શીખવ્યો છે.
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ? નદીઓ છલકાઈ જશે
નવસારીના વિજલપોર વિસ્તારમાં રામનગર 2 માં રહેતા વતનસિંહ રાજપુત છેલ્લા થોડા વર્ષોથી સ્ત્રી વેશમાં ફરે છે અને પોતાને વિરલ માં તરીકે ઓળખાવે છે. વિરલ માં એ પોતાના ઘરને માતાનો મઢ બનાવ્યો છે. 19 જૂને વતનસિંહ ઉર્ફે વિરલ માંનો જન્મદિવસ હતો. 19 જૂનની રાતે તેના મિત્રો દ્વારા વિરલ માં ના ઘર આંગણામાં જન્મ દિવસની ઉજવણી રાખી હતી. ઉજવણી દરમિયાન વિરલ માં એ પ્રથમ એરગનથી ભડાકા કર્યા હતા. ત્યારબાદ જાહેરમાં ખુલ્લી તલવાર વડે કેક કાપી હતી.
મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! આ શેરે ખોટી પાડી કહેવત
કેક કાપતી વખતે વિરલ માંના સાથી મિત્ર કોમલસિંહ રાજપૂતે પણ એરગનથી હવામાં ભડાકો કર્યો હતો. જાહેરમાં એરગનથી ભડાકા કરી તલવાર વડે કેક કાપતો વિરલ માંનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને જોતા જ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે પ્રથમ વિરલ માંના અને વિજલપોરના અંબાજી નગરમાં રહેતા કોમલસિંહની ધરપકડ કરી હતી.
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?
નવસારીથી ભાગી છૂટેલા વતનસિંહ ઉર્ફે વિરલ માં રાજપુતને પોલીસે સુરતથી ઝડપી પાડી તેની પણ ધરપકડ કરી હતી. થોડા કલાકોમાં જ પોલીસે પોતાને માતાજી ગણાવતા યુવાન વતનસિંહ ઉર્ફે વિરલ માંને જાહેરમાં બેખૌફ તલવારથી કેક કાપવા મુદ્દે સબક શીખવ્યો છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.
ટી20 વર્લ્ડકપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી