ઉદય રંજન/અમદાવાદ: એક એવો કેસ કે જેમાં ભોગ બનેલા પરિવારે કદાચ ન્યાયની આશા મૂકી દીધી હતી, પણ કહેવાય છે ને કે પોલીસ જો ધારે તો આકાશ પાતાળમાંથી પણ આરોપીને શોધી શકે છે. આવું જ કઈક બન્યું અમદાવાદમાં 11 વર્ષ પહેલા નોંધાયેલી ફરિયાદનો મુખ્ય આરોપી પોલીસે પકડી પાડયો છે. શું છે સમગ્ર ઘટના અને કોણ છે આ આરોપી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandrayaan-3 Landing નો સામે આવ્યો પ્રથમ Video, તમે પણ જુઓ સુંદર નજારો


એક એવો કિસ્સો કે જેમાં ફરિયાદી મહિલા અને તેના પરિવારે પોતાની સાથે ન્યાય થવાની આશા મૂકી દીધી હતી, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષ બાદ અપહરણ અને બળાત્કારનો આરોપી પકડી જાણે કે પીડિત પરિવારને ન્યાય આવ્યો હોય તેવું કાર્ય કર્યું છે.


ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું, હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી: વસાવા


વાત જાણે એમ છે કે અમદાવાદના રામોલ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા અશ્વિનભાઈ સેઠના જીવીબા પાર્ટી પ્લોટમાં એક પરિવાર પાર્ટી પ્લોટમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેવા આવ્યો હતો. તે દરમ્યાન જીવિબા પાર્ટી પ્લોટ પાસે જીતેન્દ્ર સળિયાનાં ગોડાઉનમાં વર્ષ 2007 થી મુખરામ ઉર્ફે મુખિયા ગુર્જર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ દરમ્યાન તેનો ભાઈ પણ ત્યાં કામ કરવા માટે આવતો હતો. 


હંમેશા યાદ રહે એટલે જ લેન્ડરનું નામ વિક્રમ છે:વિક્રમ એટલે કોણ એક અમદાવાદી,એક ગુજરાતી


ગત તારીખ 2જી માર્ચ 2012 નાં રાતના સમયે પાર્ટી પ્લોટમાં રહેતી મહિલા બહારના ભાગે સૂતી હતી તે દરમ્યાન રાતના મુખારામ ઉર્ફે મુખિયા ગુર્જર, તેનો ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મહિલાનું મોઢું રૂમાલથી બાંધી તેને ઉપાડી લઈ જઈ પાર્ટી પ્લોટની અંદર આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં આરોપી મુખારામ દ્વારા મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા. જે દરમ્યાન મહિલાનો પતિ ત્યાં આવી જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. જે બાદ મહિલાના પતિએ ત્રણેય વિરૂદ્ધ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


આણંદ કલેકટર હનીટ્રેપ કાંડમાં વધુ એક ઘટસ્ફોટ! 4 અશ્લીલ કલીપોવાળુ પેનડ્રાઈવ કબ્જે કર્ય 


પોતાના ઉપર થયેલી ફરિયાદની જાણ આરોપીઓને થતાં તેવો પોત પોતાના વતન નાસી છૂટયા હતા. જોકે પોલીસે તાત્કાલિક એક આરોપીની ધરપકડ કરી હતી જે અપહરણ કરવામાં સામેલ હતો, પણ આજ સુધી પોલીસ મુખ્ય આરોપી કે જે અપહરણ અને બળાત્કાર કર્યો હતો તે મુખારામની શોધમાં હતી. ફરિયાદ થઈ હોવાનો કારણે અન્ય બંને આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા. જે બાદ ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરીઓ કરવા લાગ્યા હતા જેથી અલગ અલગ રાજ્યોમાં જતા હોવાથી પોલીસ તેમને પકડી શકી નહોતી. 


મોટો ઘટસ્ફોટ! ભાજપના રાજમાં નશાનો કારોબાર, 5 ટ્રક નકલી સિરપનો રેલો મહારાષ્ટ્ર પહોંચ્


જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ મુખ્ય આરોપી મુખારામ સાબરકાંઠા જિલ્લાના નકોડા ગામ પાસે આવી રહ્યો છે. જે માહિતીને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને 11 વર્ષ જૂનો આ અપહરણ તેમજ બળાત્કારનો ભેદ કરવામાં સફળતા મળી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી મુખારામની ધરપકડ કરી તેને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છે. મુખારામ પકડાયાં બાદ હવે પોલીસ આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.


ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન...જાણો હવે શું કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર?