ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું, હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી: મનસુખ વસાવા

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય વાતાવરણ ગરમ થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી અને કોંગ્રેસનું ગઢ બંધન થાય તો ભરૂચમાં બે પાર્ટીના કયા ઉમેદવાર ભાજપને પરસેવો છોડાવી શકે છે તે પ્રશ્ન હાલ તો ચર્ચાસ્પદ બની ગયો છે.

ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું, હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી: મનસુખ વસાવા

ઝી બ્યુરો/ભરૂચ: ધારાસભ્ય ચૈતર વસાવા પાગલ છે. આ નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે. ચૈતર વસાવા હજી પાપા પગલી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ચૈતર વસાવાએ મનસુખ વસાવા સાંસદ તરીકે નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૈતર વસાવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રચાર પ્રસાર વચ્ચે પણ ઉમેદવારો એકબીજા ઉપર પ્રહાર કરતાં હોય છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કરતા સાંસદે પણ ચૈતર વસાવાને પાગલ અને ગાંડો ગણાવ્યા છે.

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય વાતાવરણ ગરમ થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી અને કોંગ્રેસનું ગઢ બંધન થાય તો ભરૂચમાં બે પાર્ટીના કયા ઉમેદવાર ભાજપને પરસેવો છોડાવી શકે છે તે પ્રશ્ન હાલ તો ચર્ચાસ્પદ બની ગયો છે. જો ચૈતર વસાવા ઉમેદવાર તરીકે આવે તો તેઓ આદિવાસી મતવિસ્તાર ઉપર પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ જો ઉમેદવાર ન ઉભા રાખે તો લઘુમતી વોટબેંકના કારણે ચૈતર વસાવાને ફાયદો થઈ શકે તેમ હોવાનું ચર્ચાસ્પદ બની ગયું છે પરંતુ તેના માટે પણ ચૈતર વસાવાએ ભારે મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપો
ભરૂચમાં મરહુમ અહેમદ પટેલના સ્મરણજલી અર્થે શોક વ્યક્ત કરવા આવેલા નર્મદા જિલ્લાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના સાંસદ મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે ગઠબંધન કોંગ્રેસ સાથે થાય કે ન થાય વિપક્ષમાંથી મુમતાજ પટેલ અથવા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે અને જીતશે તેવું રટણ પણ કર્યું હતું.

મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ચૈતર વસાવા હજુ પાપા પગલી કરી રહ્યો છે. ચૈતર વસાવાના પ્રમાણપત્રની મારે જરૂર નથી, ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું. 6 ટમથી મતદારોને વિશ્વાસ છે એટલા માટે જ મત આપે છે અને ચૈતર વસાવાને હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી. ચૈતર વસાવા કરતાં હજુ અહમદ પટેલની દીકરી રાજકારણથી વાકેફ છે અને તેને રાજકારણનું નોલેજ પણ છે તેમ કહી ચૈતર વસાવા ઉપર સાંસદ મનસુખ વસાવા આક્ષેપો કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news