નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના કુંઢડા ગામની મહિલાની તેના જ પુત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. રેખાબેન મુળજીભાઈ પંડ્યા નામની મહિલા તળાજામાં ટ્રેઝરી કચેરીમાં નોકરી કરતી હતી. રેખાબેન આજે ઘરે જમવા આવ્યા હતા, તે દરમ્યાન પુત્ર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ઉશ્કેરાયેલા પુત્ર એ બેટ વડે માતા પર હુમલો કરી દીધો હતો. જેમાં માથાના ભાગે બેટના બે ફટકા ઝીંકી દેતા રેખાબેન સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને શાળાઓમાં રસ જ નથી! અહીં ધો.1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર એક શિક્ષક


મૂળ કુંઢડા ગામના મુળજીભાઈ મોહનજીભાઈ પંડ્યા અમદાવાદ ખાતે સરકારી નોકરી કરતા હતા. જેમાં નોકરી દરમ્યાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. પછી બે નાના બાળકો અને પત્ની રેખાબેન નોંધારા બની ગયા હતા. પરંતુ પતિ મુળજીભાઈ સરકારી નોકરી કરતા હોય અને નોકરી દરમ્યાન જ તેમનું મોત નીપજ્યું હોય તેમના સ્થાને રહેમરાહે રેખાબહેનને તળાજા સરકારી ટ્રેઝરી કચેરી ખાતે નોકરી મળી ગઈ હતી.


ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?


જે બાદ તેઓ બંને પુત્રને લઈને તળાજા જૂની પોલીસ લાઈનમાં જ રહેતા હતા. બે નાના પુત્રોને જવાબદારી પૂર્વક મોટા કરવામાં સમય પસાર થઈ ગયો. બે પુત્રો પૈકી નાનો પુત્ર હાલ અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે મોટો પુત્ર માનસિક રીતે બીમાર હોય તેની દવા ચાલુ હતી. ત્યારે આજે તેઓ ટ્રેઝરી કચેરીથી ઘરે જમવા આવ્યા હતા, જે દરમ્યાન માનસિક બીમાર પુત્ર સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થતા પુત્ર નિતેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં પડેલા તૂટેલા બેટ વડે માતા રેખાબહેનને માથાના ભાગે બે જોરદાર ફટકા ઝીંકી દેતા રેખાબહેન સ્થળ પર જ ઢળી પડ્યા હતા.


સલામ છે આ યુવકને! નવાબીકાળમાં બાંધવામાં આવેલા માનસરોવરને ચોખ્ખું કરવાની ઉપાડી મુહીમ


આ ઘટના બાદ રેખાબેનને 108 દ્વારા તળાજાની રેફરલ હોસ્પિટલ ખસેડતા તબીબે તપાસીને રેખાબેનને મૃત જાહેર કર્યા હતા. જે અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ હત્યારા પુત્રને ઝડપી લઈ મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


નકલી સરકારી-અધિકારીઓનો રાફડો ફાટ્યો! પુરુષોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાતા ખળભળાટ