ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?

Gujarat Weather Forecast: ભયાનક વાવાઝોડું આજે તમિલનાડુના દરિયા કિનારે ટકરાયું છે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાની સીધી સાયક્લોનિક અસર ગુજરાત પણ જોવા મળવાની છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?

Gujarat Weather Forecast: 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતું વાવાઝોડું આજે આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડાના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં મોટા પાયે નુકસાન થયું છે. વાવાઝોડું માઈચોંગ તો દક્ષિણ ભારતના દરિયા કાંઠે ટકરાવાનું છે. ખાસ કરીને તમિલનાડુમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે એક પછી એક વાવાઝોડા આવવા પાછળ એક મોટી વાત સામે આવી છે. જાન્યુઆરી 2023થી ડિસેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક વાવાઝોડા સક્રિય થયા હતા. એક વર્ષમાં 5 વાવાઝોડા બન્યા હામૂન, મોચા, ગુલાબ, બીપરજોય અને મિચૌંગ અને ડિસેમ્બર એન્ડ સુધીમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે.

ભયાનક વાવાઝોડું આજે તમિલનાડુના દરિયા કિનારે ટકરાયું છે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાની સીધી સાયક્લોનિક અસર ગુજરાત પણ જોવા મળવાની છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે, વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેમા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 

બંગાડની ખાડીમાં સરકર્યુલેશનની સર્જાતા ઠંડીમાં વરસાદ આવ્યો 
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ઠંડીની સીઝનમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. હવે ફરી ધરતીપુત્રો માટે માઠા સમાચાર છે. આવતીકાલ સુધી અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે એક પડકાર
બંગાળની ખાડીમાં વાવાઝોડા બનતા હતા, પરંતુ હવે અરબી સમુદ્ર પણ વધુ એકટીવ થયો છે. બંગાળની ખાડીમાં કુદરતી રીતે વાવાઝોડા બનતા હતા. પરંતુ અરબી સમુદ્રમાં વાવઝોડા સક્રિય થવાનું એક કારણ છે કુદરતી રચના પ્રમાણે ગરમ દેશોમાંથી જે વાદળો બંધાઇને ગુજરાત રાજ્યમાં મે મહિના અને ચોમાસમાં આવા જોઈએ તેની વચ્ચે ગ્લોબલ વોર્મિંગના કારણે એક પડકાર ઉભો થયો છે. જેના કારણે વાદળો ત્યાં જ ફોલ થઇ જાય છે. 50 ટકા જ વાદળો આપણે ત્યાં આવે છે. જેના કારણે ઋતુ ચક્ર બદલાઇ રહ્યું છે. બરફ ઓગળી રહ્યો છે અને દરિયાની સપાટી વધી રહી છે. દરિયાની સપાટી વધવાના કારણે તાપમાન વધી રહ્યું છે. જેથી વાવાઝોડા બની રહ્યા છે.

આ જિલ્લાઓમાં માવઠું આવશે 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારે આંધ્ર પ્રદેશમાં વાવાઝોડું ટકરાશે. છેલ્લા 10 વર્ષનું સૌથી મોટું ભયાનક વાવાઝોડું હશે. ઓડિશામાં પણ વાવાઝોડું મોટાપાયે નુકસાન કરશે. જેને પગલે ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે. મિચૌગ વાવાઝોડાની અસરથી તમિલનાડુના ચેન્નઈમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. અનેક શહેરોમાં માલ સામાનના ભારે નુકસાન થયું છે. પાણીના ધમસમતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ ગઈ છે. તો આજે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. ભરશિયાળે વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતા વધી છે. આ કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. 

ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી વાવાઝોડાની અસર રહેશે  
ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.

આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી 
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના એકઆદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાં છે. માઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. મંગળવારે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આજે નર્મદા ,ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેન્ટ પેટર્ન બદલાઇ રહી છે. મોનસુન પેટર્ન બદલાઇ રહી છે. કુદરતી વાદળો આખા વિશ્વમાં ફરતા હોય છે. તેમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. હવે એક દિવસ એવો પણ આવશે ગમે ત્યારે વરસાદ ઠંડી કે ગરમીનો અનુભવ કરવો પડશે.  હજુ પણ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે. તે સિસ્ટમ પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. ડિસેમ્બર એન્ડ અથવા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં નવું વાવાઝોડું આવવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news