ચેતન પટેલ/સુરત: સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને હોટલની રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંગત પળોના વિડિયો બનાવી બ્લેક મેઈલ કરી યુવતી સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધતા સમયે બનાવેલા ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર ઝડપાયો સાયબર ક્રાઇમે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં યુવતી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. જોકે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શું ફરી શક્તિશાળી 'તૌકતે' વાવાઝોડા જેવો છે ખતરો? તો આ વિસ્તારોનું આવી બનશે


સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે એક યુવક મિત્રતા કેળવી તેની નજીક આવ્યો હતો. યુવતીના ઘર નજીક જ વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ નામનો યુવક યુવતીને આશરે છ વખત હોટલમાં લઇ ગયો હતો. તે દરમ્યાન તેણે તેના મોબાઇલ ફોનમાં યુવતીના બિભત્સ ફોટા તથા વિડીયો ઉતારી લીધા હતા. તે બિભત્સ ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા. 


ગુજરાતમાં વિન્ટેજ બાઇકનું અદ્દભૂત કલેક્શન, વર્લ્ડ વૉરમાં થયો છે આ બાઇકનો ઉપયોગ


યુવતીના બિભસ્ત ફોટો અને વિડિયો ના આધારે યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂ.80,000 રોકડા અને સોનાના દાગીના જેમાં (1) 2 નંગ સોનાની બંગડી , 1 નંગ સોનાનું કડુ, 1 નંગ સોનાની ચેઇન, 3 નંગ સોનાની વિંટી, 1 નંગ સોનાનું બ્રેસલેટ મળી કુલ્લે આશરે 7 તોલા સોનું મળી યુવતી પાસે 4,20,000 રૂપિયા પડાવી લીધા હતા. 


ક્રૂરતાની હદ વટી! ગુમ થયેલા કોન્ટ્રાક્ટરની હત્યા બાદ મૃતદેહ ઉદયપુર નાંખી દેવાયો!


જોકે આ સમગ્ર મામલે યુવતીએ કંટાળીને સમગ્ર હકીકત પરિવારને કહેતા પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી. અને ત્યાર બાદ પરિવાર દ્વારા આ યુવતી પાસે સુરતના સાઇબર સેલમાં ફરિયાદ કરાવી હતી. જેના આધારે સાયબર સેલ વિભાગ દ્વારા તમામ વસ્તુની ચકાસણી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપીએ બ્લેકમેલ કરી યુવકની પાસેથી પડાવેલા રોકડા અને દાગીના સહિતનો તમામ મુદ્દા માલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સંબંધો થયા શર્મસાર! મેં કુછ ગલત નહીં કર રહા..કહી 20 વર્ષની દીકરી સાથે બાંધ્યા સંબંધો