મોરબી હોનારતના પડઘા, આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામુ માંગ્યું
Morbi Bridge Collapse : 135 માસુમોના મોત પર શરૂ થઈ ગઈ રાજનીતિ... દિલ્હી મુખ્યમંત્રીના રાજ્ય સરકાર પર ગંભીર આરોપ... અરવિંદ કેજરીવાલને CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માગ્યું
ગાંધીનગર :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોરબી હોનારતને ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું. દિલ્હી મુખ્યમંત્રીના રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. સાથે જ અરવિંદ કેજરીવાલને CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માગ્યું. કેજરીવાલે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા કે, ઓરેવા કંપનીએ ભાજપને ફંડ આપ્યું છે. પુલ બનાવનારને ભાજપના નેતાઓ સાથે સંબંધ છે. તેથી FIR માં કંપની કે કંપની માલિકનું નામ નથી. મોરબી હોનારતના આરોપીઓને બચાવવાનું કામ થઈ રહ્યું છે.
આખરે મોરબી દુર્ઘટના પર આમ આદમી પાર્ટીના મુખિયાનું નિવેદન આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, મોરબી પુલ દુર્ઘટના ગુજરાતમા ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. તેમણે કહ્યું કે, પીડિતો સાથે તેમની સંવેદનાઓ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, મોરબીના મચ્છુ નદી પર પબનેલ બ્રિટિશ યુગનો પુલ રવિવારે તૂટી ગયો. જેમાં અત્યાર સુધી 135 લોકોના જીવ ગયા હતા. મોરબી દુર્ઘટના પર અરવિંદ કેજરીવાલ બોલ્યા કે, ‘ઓરેવા કંપનીએ ભાજપને ફંડ આપ્યું. ભ્રષ્ટાચારના કારણે મોરબી દુર્ઘટના બની. મોરબી દુર્ઘટનામાં સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’
કેજરીવાલે ગુજરાત સરકારને સત્તા છોડવા અને રાજ્યમાં તાત્કાલિક વિધાનાસભા ચૂંટણી કરાવવાની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, મોરબી પુલ દુર્ઘટના વ્યાપક ભ્રષ્ટાચારનું પરિણામ છે. પીડિતો સાથે મારી દુઆ છે. એક ઘડિયાળ બનાવનારી કંપનીને પુલ નિર્માણનું કામ કેમ સોંપાયું. જેને કોઈ અનુભવ હતો કે નહિ. ગુજરાતમાં ભાજપ પાર્ટી સંઘર્ષ કરી રહી છે. કારણ કે, આગામી ચૂંટણીમાં આપ તેને ચેલેન્જ આપશે.