Gujarat Election 2022: ગૌરવ દવે, રાજકોટ: આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભા 2022 ની 10 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારો આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રમાંથી ચાર નામોની યાદી જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ દ્વારા રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયા, રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા, સોમનાથ બેઠક પર જગમાલ વાળા અને ગારિયાધાર બેઠક પર સુધીર વાઘાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીની પ્રથમ યાદીને લઇને રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આવકારી હતી. રાજ્યગુરૂએ કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંન્ને યાદી જાહેર કરવા એકબીજાની રાહ જોતા હતા.


સેનાપતિના પહેલા સેનાની જાહેરાત, જાણો ભાજપ પર પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું 


પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલા જ નામ જાહેર કરીને નવી રાજનિતીની શરૂઆત કરી છે. રાજ્યગુરૂએ વધુમાં કહ્યું હતું કે આપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં જાતિગત રાજકારણ કે બહુમતી નહિ પરંતુ જે લોકો પોતાના ક્ષેત્રમાં આગળ છે, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેવા લોકોનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ તરફ રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ બારસિયાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો.


AAP ના મુરતિયા : 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?


શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મધ્યમવર્ગીય પરિવાર રહે છે. આપની સરકાર આવશે તો આ વિસ્તારના લોકોને દિલ્લીની જેમ ફ્રી વીજળી, રોજગારી, સારુ શિક્ષણ, આરોગ્ય સહિતના લાભો મળશે. આ વિસ્તાર ભાજપનો ગઢ હોવાના સવાલ અંગે શિવલાલ બારસિયાએ કહ્યું હતુ કે અમે કોઇએ ન કરેલા કામો નહિ પરંતુ અમે શું કરવાના છીએ આ મુદ્દે લોકોની વચ્ચે જશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube