સેનાપતિના પહેલા સેનાની જાહેરાત વિશે ઈસુદાને કહ્યું, ‘આજે ભાજપ-કોંગ્રેસના પાટિયા પડી ગયા, ત્યાં મરશિયા ગવાતા હશે’
Gujarat Election 2022 : ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે પત્તા ખોલ્યા નથી, આ નવી રાજનીતિ છે. અત્યાર સુધી ભાજપે જ્ઞાતિ, જાતિ અને ધર્મની રાજનીતિ કરી છે. આ કામની રાજનીતિ છે
Trending Photos
AAP Declare Candidates List :આમ આદમી પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણીના લાંબા સમય પહેલા જ પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. વહેલા લિસ્ટ જાહેર કરીને આપ પાર્ટીએ નવી રાજનીતિની શરૂઆત કરી છે. નવો ચીલો ચાતર્યો છે. આ પહેલા કોઈ રાજકીય પક્ષે આટલી વહેલા ઉમેદવારોની જાહેરાત કરી નથી. ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ વિશેનુ કારણ જણાવ્યું. સાથે જ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આ યાદીને લઈને પ્રહારો કર્યા હતા.
આજે બંને પક્ષના નેતાઓના પાટિયા પડી ગયા હશે
પત્રકાર પરિષદામં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તે તમામને શુભેચ્છા. અમે પત્તા ખોલ્યા નથી, આ નવી રાજનીતિ છે. અત્યાર સુધી ભાજપે જ્ઞાતિ, જાતિ અને ધર્મની રાજનીતિ કરી છે. આ કામની રાજનીતિ છે. આજે બંને પક્ષના નેતાઓના પાટિયા પડી ગયા હશે. અત્યારે ત્યાં મરશિયા ગવાતા હશે. ગુજરાતની જનતાને જીતાડવા અને કામની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. ભાજપ પણ એવુ કહેતુ હતુ કે, પ્રજાને 300 યુનિટ વીજળી ફ્રી નથી આપવા દેવી. પરંતુ હવે શરૂઆત થઈ ગઈ છે. એ લોકોની તાકાત હોય તો રોકી બતાવે. પ્રજા આજે મોંઘવારીમાં પીડાય છે, અને તમે 5000 યુનિટ ફ્રીમાં મેળવો છો. અમે સ્ટ્રેટેજીથી ચાલી રહ્યાં છે. અમારી ગણતરી હતી કે, અમે 10 ઓગસ્ટ સુધી બીજી યાદી જાહેર કરી દઈશું. અમે ચૂંટણીની સ્ટ્રેટેજી પ્રમાણે ચાલી રહ્યાં છે, ભાજપ કે કોંગ્રેસ શું કરે છે તેનાથી અમને કોઈ મતલબ નથી. જનતાને જીતાડવા અમે આવીએ છીએ.
સેનાપતિના નામ પહેલા સેનાની જાહેરાત
તેમણે કહ્યુ કે, પહેલા હંમેશા ઉમેદવારોને જ જાહેર કરવાના. અમે ભાજપ કોંગ્રેસ જેવી રાજનીતિ નથી કરતા. અમે પહેલા અમારા બૂથ પર આમ આદમી પાર્ટીના વિચારધારાવાળા અને પ્રજાને સાચવનાર, ન્યાય અપાવી શકે તેવા ગોઠવી દીધા છે. હાલ ગ્રામ સમિતિ ચાલી રહી છે. તે મુજબ અમે સરવે કરાવ્યો, અને તે મુજબ ઉમેદવારોના નામ ફાઈનલ કર્યાં છે. કેજરીવાલ અને જનતા નક્કી કરશે કે અમારો મુખ્ય ચહેરો કોણ આવશે, અમે નીચેથી કામ કરતા ઉપર જઈશું. મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ તો અમારા માટે ગુજરાતની જનતા જ મુખ્યમંત્રી છે. વહીવટના ભાગરૂપે સારા ઈમાનદાર વ્યક્તિને મૂકવાનો હોય છે. સાડા છ કરોડની જનતાને અમે પાવર આપીશું કે, તેઓ અધિકારીને પોતાના સવાલો પૂછશે અને કામ કરાવશે. આપ પાર્ટીની વિચારધારા, લોકોની વિચારધારા સાથે જે લોકો જોડાયા છે તે અમારા છે. આપ પાર્ટી ઉભરતી પાર્ટી છે. તે ભાજપની જેમ સોદા કરતી પાર્ટી નથી કે, કરોડો રૂપિયા આપીને નેતાઓ ખરીદ્યા હોય. અમારે ત્યાં સંઘર્ષ છે. જેઓ પ્રજાના હિત માટે કામ કરવા માંગે છે, તે લોકોનું આ લિસ્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે